<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

રાણાવાવમાં અપહરણ અને બળાત્‍કારના નાસતા ફરતા ર આરોપીઓ ઝડપાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૯: રાણાવાવ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલા અપહરણ અને બળાત્‍કારના ગુન્‍હામાં નાસતા ફરતા ર આરોપીઓને પોલીસે પકડીને કાર્યવાહી કરી છે.

ગ્રામ્‍ય ડી.વાય.એસ.પી. સુરજીત મહેડુ સાહેબના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્‍ટેશનના પો. સબ ઇન્‍સ. શ્રી આર. જી. ચુડાસમા તથા પોલીસ સ્‍ટાફનાં કલમ ૧૩૭(ર), ૮૭, ૬૪(ર)(આઇ), ૬૪(ર)(એમ), ૩પ૧(ર),પ૪ તથા પોકસો એકટ કલમ ૪,૬,૮ મુજબના કામે છેલ્લા એક મહિનાથી નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા તે દરમ્‍યાન સર્વેલન્‍સ સ્‍ટાફે આરોપીઓ (૧) દુલા કરશનભાઇ પરમાર ડફેર રહે. ખાગેશ્રી (ર) મનિષાબેન સદુભાઇ વેજાભાઇ સોલંકી રહે. ડૈયરગામ તા. રાણાવાવને પકડી લીધાં છે.

પો. સબ ઇન્‍સ. આર. જી. ચુડાસમા, વુ. એ. એસ.આઇ. એસ. એન. બાપોદરા, પો. હેડ કોન્‍સ. એચ. વી. કનારા, પો. કોન્‍સ. સરમણભાઇ દેવાયતભાઇ, રામભાઇ નાગાભાઇ, યશપાલસીંહ સામતભાઇ, દેવેન્‍દ્રસિંહ રણજીતસિંહ નાસતા ફરતા ર આરોપીઓને પ કડી પાડવાની કામગીરી કરી હતી.

(11:49 AM IST)