<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

હળવદના વેગડવાવ ગામે પિતા-પુત્ર પર ધારીયા વડે હુમલો

(દિપક જાની દ્વારા) હળવદ તા.૯:  વેગડવા ગામે રહેતા રામજીભાઈ ચતુરભાઈ સુરેલા અને તેમનો પુત્ર વિક્રમભાઈ રામજીભાઈ સુરેલા ગઈકાલે રાત્રે  તેઓના ઘર પાસે હતા. ત્‍યારે અગાઉના મનદુઃખને લઈ તેઓની સામે જ રહેતા શખ્‍સો દ્વારા બોલાચાલી કરાઈ હતી. ત્‍યારબાદ રામજીભાઈ અને વિક્રમ હળવદ પોલીસ મથકે સામા પક્ષના લોકો સામે ફરિયાદ કરવા આવી રહ્યા હતા. ત્‍યારે ગામના પાદરમાં આવેલ હનુમાનજી મંદિર પાસે બાઈક લઇ પસાર થતી વેળાએ સામેના જૂથના સાતથી આઠ લોકોએ ધારીયા-ધોકા સહિતના હથિયારો વડે હુમલો કર્યો હતો.જેમા વિક્રમભાઈ રામજીભાઈ સુરેલાને માથાના ભાગે ધારિયાના ઘા ઝીંકયા હતા.જ્‍યારે રામજીભાઈને પણ મુંઢમાર માર્યા હોય જેથી બંને પિતા પુત્રને સારવાર માટે હળવદ સરકારી હોસ્‍પિટલ ખાતે લઇ આવવામાં આવ્‍યા હતા. બીજી તરફ બનાવની જાણ થતા હળવદ પોલીસ ઘટના સ્‍થળે દોડી આવી હુમલો કરનાર શખ્‍સો સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

(11:29 AM IST)