<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

ગોંડલ પોલીસ દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત પોલીસ દ્વારા તિરંગા વિતરણ

ગોંડલ : કોલેજ ચોક ખાતે ડી.વાય.એસ.પી. કે.જી. ઝાલા ની અધ્‍યક્ષ સ્‍થાને શહેર તેમજ તાલુકા પોલીસ દ્વારા સર ભગવતસિંહજી ગાર્ડન પાસે તિરંગાનું સ્‍કૂલ - કોલેજના વિદ્યાર્થીઓ તેમજ શહેરીજનોને વિતરણ કરવામાં આવ્‍યા હતા. ૧૫ ઓગસ્‍ટ સ્‍વાતંત્ર્ય દિન નિમિત્તે ગોંડલ શહેર તેમજ તાલુકાના નગરજનો પોતાના  હરઘર તિરંગા લહેરાય તે હેતુથી તિરંગા વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.  મામલતદાર રાહુલ કુમાર ડોડીયા, ડી.ડી. ભટ્ટ, નાયબ મામલતદાર વાય.ડી.ગોહિલ , પીઆઇ એ.સી.ડામોર, પી.આઈ જે.પી.ગોસાઈ, ચીફ ઓફિસર એ.જે. વ્‍યાસ, નગર પાલિકા કારોબારી ચેરમેન રાજેન્‍દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ પિન્‍ટુભાઈ ચુડાસમા, વેપારી સેલ પ્રમુખ નલિનભાઈ જડિયા, અબેદીનભાઈ હિરાણી, મયુરભાઈ મેહતા સહિતના લોકો તિરંગા વિતરણ કાર્યક્રમમાં જોડાયા હતા. (તસ્‍વીરઃ અહેવાલઃ હરેશ ગણોદીયા-ગોંડલ)

(11:25 AM IST)