<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

ગોંડલના શ્રીનાથગઢમાં એકલવાયુ જીવન જીવતાં વૃધ્‍ધા જયાબેન ટાંકનો આપઘાત

સાંજે ઉલ્‍ટી કરતાં હોઇ પડોશીએ રાજકોટ રહેતાં દિકરીને જાણ કરતાં સારવારમાં ખસેડાયા પણ જીવ ન બચ્‍યો

રાજકોટ તા. ૮: ગોંડલના શ્રીનાથગઢ ગામે રહેતાં જયાબેન મીઠાભાઇ ટાંક (ઉ.વ.૬૫) નામના વૃધ્‍ધાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

શ્રીનાથગઢમાં રહેતાં જયાબેન ટાંક સાંજે ઉલ્‍ટી કરતાં હોઇ પડોશીએ તપાસ કરતાં તેમણે કંઇક પી લીધાનું જણાતાં રાજકોટ રહેતાં તેમના દિકરી બીનાબેનને જાણ કરતાં તેઓ તુરત ત્‍યા જવા રવાના થયા હતાં. એ દરમિયાન જયાબેનને પડોશીઓએ ગોંડલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્‍દ્રભાઇ હુદડે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. જયાબેને ઝેર પી લીધાનું તબિબી તપાસમાં જણાયું હતું. તેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પુત્ર સુરત રહે છે અને બંને દિકરીઓ સાસરે છે. પતિ હયાત ન હોઇ પોતે એકલવાયુ જીવન જીવતાં હતાં. આપઘાતનું કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.

(12:28 PM IST)