<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

કુતિયાણાના ચૌટા ગામમાં જુગાર દરોડો ૧૦પર૦ રોકડ સાથે ૪ ઝડપાયા

પોરબંદર તા. ૮ :.. કુતિયાણાના ચૌટા ગામે જાહેરમાં જુગાર રમતા ૪ શખ્‍સોને ૧૦પર૦ ની રોકડ સાથે પોલીસે પકડીને કાર્યવાહી કરી છે.

કુતીયાણા પો. સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગ દરમ્‍યાન પો. સ્‍ટે.ના, પો. કોન્‍સ. ભરતભાઇ ભોજાભાઇનાઓને બાતમી હકિકત આધારે તપાસ કરતા જાહેરમાં જૂગાર રમતા દિપક મંગાભાઇ ધોયલ, મનસુખ ખીમાભાઇ, પ્રફુલ ભાણજીભાઇ, સામત રવજીભાઇને ૧૦પર૦ ની રોકડ સાથે પોલીસે પકડી લીધા હતાં.

પો. સબ. ઇન્‍સ. કે. એન. ઠાકરીયા, પો. હેડ કોન્‍સ. પિયુષ રામજીભાઇ, પો. કોન્‍સ. ભરતભાઇ ભોજાભાઇ, વિજય ખીમાણંદભાઇ, મેરામણભાઇ પાલાભાઇ, મહેશભાઇ મેરામણભાઇ વિગેરે કુતિયાણા પો. સ્‍ટે. જૂગાર દરોડાની કામગીરી કરી હતી.

(12:33 PM IST)