<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

મોરબી જલિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે બરફના શિવલીંગના દર્શન યોજાયા.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર સ્થિત જણિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણમાસ ના પ્રથમ સોમવાર તા.૫-૮-૨૦૨૪ ના રોજ બપોરે ૪ કલાકથી શિવભક્તો માટે બરફના શિવલીંગના દર્શનનુ અનેરુ આયોજન કરવામાં આવ્યુ હતુ. તે ઉપરાંત પવિત્ર શ્રાવણમાસ દરમિયાન દેવાધિદેવ મહાદેવના અભિષેક માટે ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરવામા આવી રહી છે તે ઉપરાંત દરેક શિવભક્તો માટે ફરાળ મહાપ્રસાદની વ્યવસ્થા યોજવામાં આવી હતી જેમાં મોરબી રામધન આશ્રમનાં મહંત પ.પૂ.ભાવેશ્વરી માતાજી સહીતના સંતો-મહંતોની ઉપસ્થિતીમાં હજારો શિવભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

(1:07 AM IST)