તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th August 2024
મોરબી જીલ્લા ભાજપ આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહની શુભેચ્છા મુલાકાત લીધી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે મોરબી જીલ્લા ભાજપ આગેવાનોએ ન્યુ દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની શુભેચ્છા મુલાકાતે મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી જેઠાભાઈ મિયાંત્રા, હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, શહેર ભાજપ મહામંત્રી રમેશભાઈ ભગત, ડોક્ટર અનિલ પટેલ, સહિતના આગેવાનોએ શુભેચ્છા મુલાકાત કરી હતી.
(12:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
