તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલ વાહનોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરાયું.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કે.એમ. છાસિયાના માર્ગદર્શન હેઠલ આજ રોજ મોરબીમાં સ્કૂલ વાહનનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે, ઘણી સ્કૂલ વાન અને રીક્ષાઓમાં વિદ્યાર્થીઓને જોખમી રીતે બેસાડીને લઈ જતાં હોવાની ફરિયાદો સામે આવી હતી. ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઈને આજ રોજ મોરબીમાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલ વાહનોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓને લઈને જતી સ્કૂલ રિક્ષા, વાન અને કારને રોકીને પોલીસે લાઈસન્સ સહિતની ડોક્યુમેન્ટ ચકાસ્યા હતા અને વાહનમાં મંજૂરી પ્રમાણે જ વિદ્યાર્થીઓને બેસાડ્યા છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી હતી.
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
