તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
મોરબી: આપઘાત કરનાર પતિ-પત્ની અને પુત્રની કાલે બુધવારે એકસાથે નીકળશે અંતિમયાત્રા.
બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીમાં સામુહિક આપઘાત કરનાર પતિ-પત્ની અને પુત્રની આવતીકાલે બુધવારે એકસાથે અંતિમયાત્રા નીકળશે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.
અત્રેઉલ્લેખનીય છે કે મૃતક હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર (ઉ.વ. 57) સ્વ.દેવચંદભાઈ મોહનલાલ કાનાબારના પુત્ર થાય છે. તેમજ સ્વ.વનેચંદભાઈ ગંગારામભાઈ સોમૈયાના જમાઈ થાય છે. તેમની સાથે વર્ષાબેન હરેશભાઈ કાનાબાર (ઉ.વ. 53) તેમજ હર્ષ હરેશભાઈ કાનાબાર ( ઉ.વ.19)નું પણ નિધન થયું છે. ત્રણેય સદગતની સ્મશાનયાત્રા તા.7ને બુધવારે સવારે 7 કલાકે પંકજભાઈ દેવચંદભાઈ કાનાબારના નિવાસ્થાન યદુનંદન 9, સ્વામિનારાયણ મંદિરની સામેની શેરી, નવા બસ સ્ટેન્ડ સામેથી નીકળશે અને લીલાપર રોડ સ્મશાને જશે.
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
