તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
ર.૭૧ કરોડના ફ્રોડના ગુન્હામાં વોન્ટેડને ઝડપી લેતી જામનગર પોલીસ
નેટ બેન્કીંગનો ગેરઉપયોગ કરીને બેન્ક ખાતામાંથી ટ્રાન્જેકશન કરી લીધુ હતુઃ પ્રવિણ રામજીભાઇ ઠાકરને સીમમાંથી ઝડપી લીધો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ તા. ૬: રૂપિયા ૦૨ કરોડ ૭૧ લાખની રકમ ફરીયાદીની જાણ બહાર નેટબેકીંગનો ગેરઉપયોગ કરી બેંક ખાતામાં ટ્રાંજેકશન કરેલ ફ્રોડ અંગે નોંધાયેલ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા ૧ વર્ષથી વોન્ટેડ આરોપી પ્રવિણ રામજીભાઇ ઠાકરને જામનગર પેરોલ ફર્લો સ્કોડ પોલીસ ઝડપી લીધો છે.
પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ અશોક કુમાર યાદ આઇપીએસ અને જામનગર જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલ ની સુચનાથી આરોપીને ઝડપી લેવા કામગીરી હાથ ધરી હતી.
પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફના સલીમભાઇ નોયડા, ગોંવિદભાઇ ભરવાડ,ભરતભાઇ ડાંગર ને ટેકનીકલ સોર્સ ઇ-પોકેટકોપ, ઇ-ગુજકોપ તથા હ્યુમન સોર્સ આધારે મળેલ બાતમી હકીકત મુજબ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુના રજી નં.-૧૧૨૦૮૦૫૭૨૩૦૦૩૨/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૪૦૬-૪૦૯-૧૨૦(બી)-૧૧૪ તથા આઇ.ટી.એક્ટ કલમ ૬૬(સી) મુજબ આરોપીઓએ ગુનાહીત કાવતરૂ રચી ફરીયાદીને વિશ્વાસ ભરોસો આપી ફરીયાદીના નામનુ બેંક એકાઉન્ટ ખોલાવડાવી લઇ બેંક ખાતાના યુઝર આઇ.ડી, પાસવર્ડ તથા નેટબેંકીંગ નો ગેરઉપયોગ કરી એકાઉન્ટમા મોબાઇલ નંબર બદલાવી બેંક ખાતાની કીટ અન્ય આરોપીઓને આપી તેમા ૦૨ કરોડ ૭૧ લાખ ૫૭ હજાર ૨૬૮ રૂપીયા આર્થિક લાભ મેળવવાના હેતુથી ફરીયાદીના જાણ બહાર બેંક ખાતામાં ટ્રાંજેકશન કરી આરોપીઓએ એકબીજાની મદદગારી કરેલ અંગે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઓગસ્ટ/૨૦૨૩ મા ઉપરોક્ત વિગતે ગુનો રેકર્ડ થયેલ હોય અને સદરહુ ગુનામા છેલ્લા ૧ વર્ષથી ફરારી આરોપી આરોપી પ્રવિણ રામજીભાઇ ઠાકર ઉ.વ.-૩૨ રહે. ઝાકસીયા ગામ તા.જામખંભાળીયા જી.દેવભૂમિ દ્વારકા વાળાને જામખંભાળીયાના ઝાકસીયા ગામની સીમમાથી પકડી પાડી મજકુર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
આરોપી સામે, રાજકોટ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન, જામનગર સીટી બી ડીવી. પોલીસ સ્ટેશન, જામનગર સીટી બી ડીવી. પોલીસ સ્ટેશન રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુન્હો દાખલ થયો છે.
આ કામગીરી પેરોલ/ફર્લો સ્કવોડના પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.ભાટીયા ગોવિંદભાઈ ચૌહાણ લખધીરસિંહ જાડેજા, કરણસિંહજાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, ભરતભાઇ ડાંગર, રણજીતસિંહ પરમાર, મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ,દિવ્યરાજસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા,બળવૅતસિંહ પરમાર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
