તા. ૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૭ શુક્રવાર
News of Tuesday, 6th August 2024
જોડીયાના બાદનપરમાં તપસ્વી સાધુ દ્વારા કનકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમ્યાન ૨૪ કલાકનું ખડેશ્વી તપ અનુષ્ઠાન

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ,તા. ૬: પવિત્ર શ્રાવણ માસનો પ્રાંરભ થયેલ છે ત્યારે સમગ્ર હાલાર પંથકમાં શીવાલયોમાં શ્રધ્ધાળુઓ દ્વારા વિવિધ પ્રાંચીન મંદિરોમાં પુજા અર્ચનાથી માંડી ભગવાન ભોળાનાથની આરાધના કરવામાં આવી રહી છે ત્યારે જામનગર જીલ્લામાં જોડીયા તાલુકામાં બાદનપર મુકામે વર્ષો જુનુ શ્રી કનકેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે અને આ અતિ પૌરાણીક મહાદેવ મંદિરમાં વર્ષોથી શ્રધ્ધાળુઓ પુજા અર્ચના કરવા જતા હોવાથી તેઓની મનોકામના પુર્ણ થાય છે તેવી માન્યતા વચ્ચે આ જગ્યામાં એક તપસ્વી સાધુ બાવા વર્ષોથી વસવાટ કરીને મહાદેવની કઠોર તપસ્યા કરી રહયા હોવાનું જાણવા મળે છે.
મળતી વિગત મુજબ જામનગર જીલ્લાના જોડીયા તાલુકો છેવાડો દરીયા કાંઠે આવેલ વિસ્તાર હોય અને જોડીયા તાલુકાના બાદનપર ગામે અતિ પૌરાણીક કનકેશ્વર મહાદેવ મંદિર જગ્યાની બાજુમાં વર્ષોથી સ્થાયી થયેલ રાજસ્થાનના તપસ્વી નાગજીબાપુ પંચાયતી ઉદાસીન જયપુર આ મંદિરમાં રહીને મહાદેવની પુજા કરી રહ્યા છે અને દર શ્રાવણ માસના પ્રારંભ થાય ત્યારે ખડેશ્વી તપ મહાઅનુષ્ઠાન કરી રહયા છે ત્યારે ગત સોમવારથી શ્રાવણ માસનો પ્રારંભ થયેલ છે ત્યારે તપસ્વી નાગજીબાપુ દ્વારા આ વખતે પણ શ્રાવણ માસ નિમિતે ૨૪ કલાકનું ખડેશ્વી તપ મહાઅનુષ્ઠાનનો પ્રારંભ કર્યો છે અને આ મહાઅનુષ્ઠાન તા. ૫/૮/૨૪ થી પ્રાંરભ થઈને તા. ૪/૯/૨૪ ના રોજ પુર્ણાહુતી તપસ્વી નાગજી બાપુ દ્વારા કરવામાં આવશે.
આમ પવિત્ર શ્રાવણ માસ નિમિતે હાલારના શીવાલયો હર હર મહાદેવના નાંદથી ગુંજી ઉઠયા છે ત્યારે જોડીયાના તપસ્વી નાગજીબાપુ દ્વારા આખો શ્રાવણ માસ ૨૪ કલાક સુધી ખડેશ્વી તપ મહાનુષ્ઠાન કરી રહયા છે ત્યારે ધ્રોલ,જોડીયા સહીતના વિસ્તારના શ્રધ્ધાળુઓ બાદનપર મુકામે દર્શન કરવા જઈ રહયા છે અને સર્વ સનાતન હિન્દુ ધર્મ પ્રેમી જનતા મહાદર્શનનો લાભ લેવા માટે અનુરોધ પણ કરવામાં આવેલ છે.
ગઇ કાલે તા. ૫મી શિવને પ્રિય એવો પવિત્ર શ્રાવણમાં શરૂ થઈ ગયો છે. ત્યારે આ વર્ષે શ્રાવણ મહિનામાં ૫ સોમવાર આવવાની સાથે મહિનાની શરૂઆત અને અંતિમ દિવસ પણ સોમવાર છે. આ પ્રકારનો ખૂબ જ સંયોગીક યોગ ૭૨ વર્ષ પછી આવી રહ્યો છે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
