<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

કોટડાસાંગાણીના અરડોઇ ફાટક પાસે ટ્રેન હડફેટે અજાણ્‍યા પુરૂષનું મોત

તસ્‍વીરમાં અજાણ્‍યા પુરૂષનો મૃતદેહ નજરે પડે છે. (તસ્‍વીરઃ બસીર બાંગા-કોટડા સાંગાણી)

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા., ૬: કોટડા સાંગાણીના અરડોઇ રેલ્‍વે ફાટક પાસે ટ્રેન હડફેટે અજાણ્‍યા પુરૂષનું મોત નિપજયું હતું.

જબલપુર વેરાવળ એક્‍સપ્રેસ ટ્રેન રાજકોટ થી વેરાવળ તરફ જઈ રહી હતી ત્‍યારે રીબડા નજીક અરડોઈ ફાટક પાસે કોઈ અજાણ્‍યો પુરુષ ઉંમર વર્ષ ૩૦ અડફેટે ચડી જતાં તેનું મોત નીપજ્‍યું હતું બનાવ અંગે કોટડા સાંગાણી પોલીસ મથકના જમાદાર પી.બી. મકવાણાએ ગોંડલ સરકારી હોસ્‍પિટલે દોડી જઈ અજાણ્‍યા પુરુષની ઓળખ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા અને જણાવ્‍યું હતું કે આ અંગે કોઈને માહિતી મળે તો મોબાઈલ નંબર ૮૧૬૦૬ ૫૨૪૭૭ ઉપર જાણ કરવી તેમજ મરણ જનાર યુવાને કાળુ ટીશર્ટ તેના ઉપર એક શર્ટ અને જીન્‍સ નું પેન્‍ટ પહેર્યા છે. આ અકસ્‍માતની જાણ થતા જ શિવમ સાર્વજનિક ટ્રસ્‍ટના સદસ્‍યો ઘટના સ્‍થળે દોડી ગયા હતા અને અજાણ્‍યા પુરુષના મળતદેહને પીઅમ માટે ગોંડલ સરકારી હોસ્‍પિટલે લાવ્‍યા હતા.

(12:11 PM IST)