તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રીના વ્યાસાસને શ્રીવિષ્ણુસહષાનામ સ્તોત્રની સાતમી પ્રવચનમાળા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૬: પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પવિત્ર શ્રાવણમાસમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી તા. ૦૯-૦૮-૨૦૨૪ થી તા. ૧૮-૦૮-૨૦૨૪ સુધી એમ દસ દિવસીય શ્રીવિષ્ણુ સહ્વનામ સ્તોત્ર પર સાતમી પ્રવચનમાળા સંપન્ન થશે.
આ પહેલા શ્રીહરિ મંદિરના સાંદીપનિના સભાગળહમાં શ્રી વિષ્ણુસહષાનામ સ્તોત્રની છ પ્રવચનમાળાનું આયોજન થયેલ છે. જેમાં અત્યાર સુધી શ્રીવિષ્ણુ સહ્વનામ સ્તોત્ર ઉપર રચિત શાંકરભાષ્ય અને અન્ય ગ્રન્થોના આધારે પૂજ્ય ભાઇશ્રીએ શ્રીહરિ ભગવાનના સહ્વ નામ અંતર્ગત ૭૫૬ નામોનો વિસ્તળત અને શાષાીય વ્યાખ્યા કરીને પરિચય કરાવ્યો હતો.
તા. ૦૯-૦૮-૨૦૨૪, શુક્રવારથી પ્રારંભ થનાર સાતમી પ્રવચન શ્રેણીમાં શ્રીવિષ્ણુ સહ્વનામ સ્તોત્રના શ્લોક ક્રમાંક ૯૪ પરના ૭૫૭મા નામથી પૂજ્ય ભાઇશ્રી પ્રવચનનો પ્રારંભ કરશે. પ્રતિદિન બપોર પછી ૩:૩૦ થી ૬:૩૦ સુધી સાંદીપનિના સભાગળહમાં શ્રીવિષ્ણુ સહ્વનામ સ્તોત્રના પાઠ સાથે પ્રવચન થશે. જેનું લાઈવ પ્રસારણ sandipani.tv પર થશે. પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખેથી શ્રીવિષ્ણુ સહ્વનામસ્તોત્રના પ્રવચન શ્રવણનો આપણા સૌ માટે અમૂલ્ય અવસર હોય, આપ સૌ ભાવિકોને પ્રવચન સાંભળવા માટે સાંદીપનિ વિદ્યાનિકેતન હાર્દિક નિમંત્રણ પાઠવે છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
