તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
માળીયા મિયાણાના રાસંગપરામાં દિનેશને દુર્લભ, બચુએ ફટકાર્ર્યો
ગોૈશાળામાં ગાયો લઇને આવવું નહિ તેમ કહીને લાકડીથી તૂટી પડયાઃ સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૬: માળીયા મિયાણાના રાસંગપરમાં રહેતાં દિનેશ રાણાભાઇ વાઘેલા (ઉ.વ.૨૦) પર ગામની સીમમાં આવેલી ગોૈશાળા પાસે દૂર્લભ અને બચુએ લાકડીથી હુમલો કરી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ અને પદુભાએ માળીયા મિયાણા પોલીસને જાણ કરી હતી. દિનેશ પશુપાલન કરી ગુજરાન ચલાવે છે. તેના સગાના કહેવા મુજબ તે પોતાની ગાળો લઇને ગોૈશાળાએ ચરાવવા જતાં ત્યાં હાજર દૂર્લભ અને બચુએ તારે અહિ ગાયો લઇને આવવું નહિ કહી ગાળો દઇ હુમલો કર્યો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
