તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
લીંબડીના ઉઘલ ગામે નદીમાંથી ૨ યુવકોની લાશ મળી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૬ : લીંબડી તાલુકાના ઉઘલ ગામે ભોગાવો નદીમાંથી બે યુવકોની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી છે. પોલીસે બંને મળતકોની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે. સાથે મોતનું કારણ જાણવા માટે મળતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઉઘલ ગામે ભોગાવો નદીમાંથી બે યુવાનોની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં નદીના પાણીમાં એકસાથે બે વ્યક્તિની લાશ જોવા મળતા સ્થાનિકોએ લીંબડી પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસ તાકીદે ટીમ ઘટનાસ્થળે પહોંચી બંને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યારે લીંબડી પોલીસ દ્વારા બન્ને મૃતકોની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
ભોગાવો નદીમાંથી એકસાથે બે વ્યક્તિઓની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. બંને લાશો ક્યાંથી આવી અને આ પાણીમાં તણાઈને આવી છે ? કે અન્ય કોઇ કારણ એ તમામ પોલીસ તપાસનો વિષય બન્યો છે. આ બંને લાશને લીંબડી સાર્વજનિક હોસ્પિટલે ખસેડવામાં આવી છે અને તપાસ શરૂ કરી છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
