તા. ૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૭ શુક્રવાર
News of Tuesday, 6th August 2024
રાણાવાવ પાસે લકઝરી બસમાં જુગાર રમતા ૧૧ શખ્સો ર.૧૪ લાખની રોકડ સાથે ઝડપાયા
બસમાં પાછળની સાઇડની સીટો કાઢીને ગોળ કુંડાળુ કરીને જુગારની મોજ માણતા હતા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૬: રાણાવાવ પાસે જાહેર રોડ સાઇડમાં લકઝરી બસમાં જુગાર રમતા ૧૦ શખ્સોને ર.૧૪ લાખની રોકડ સાથે પોલીસે પકડીને ગુન્હો નોંધ્યો છે.
ધોરાજી તાલુકાના મોટી મારડ ગામમાં રહેતા ભરત ભોપાભાઇ રાકસીયા તથા અલ્પેશ મગનભાઇ વાછાણી એમ બન્ને જણા પોતાના કબ્જા હવાલાવાળી બસ નં. જીજે ૧પ ઝેડ ૮ર૩૬માં પાછળની સીટો કાઢી તેમાં બહારથી માણસોને બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી પૈસા પાના વડે રોન પોલીસ નામનો હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે. તે બાતમી આધારે ધોરાજીથી પોરબંદર તરફ આવનાર હોય અને સદરહું બસ રાજકોટ-પોરબંદર હાઇવે ભોદ ગામના પાટીયા પાસે મળી આવતા જેમાં જુગાર રમતા હોય અને બસના માલીક તથા ડ્રાઇવર જુગાર રમાડતા મળી આવતા તમામ આરોપીઓને ગંજીપતાના પાના નંગ પર તથા રોકડા રૂા. ર,૧૪,૪૦૦ તથા પાથરણુ઼ -૧ તથા બસ કિ. રૂા. ૯,૦૦,૦૦૦મળી કુલ રૂા. ૧૧,૧૪,૪૦૦ના મુદામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢેલ છે અને રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
લકઝરી બસમાં જુગાર રમતા જીતેન્દ્ર પરસોતમભાઇ ડેડાણીયા, રાહુલ ભુપતભાઇ, કીરીટ શામજીભાઇ, ગોવિંદ ગોરધનભાઇ, મનોજ ભુપતભાઇ, ડાયાલાલ કેશવજીભાઇ, અનીલ ગંગદાસભાઇ, મુકેશ પોપટભાઇ ગોહેલ, નીલેષ જેન્તીભાઇ, ભરત ભોપાભાઇ તથા અલ્પેશ મગનભાઇ વાછાણી ઉ.વ.૪૧ રહે. તમામ મોટી મારડને પોલીસે પકડી લીધા હતા.
આ જુગાર દરોડાની કામગીરીમાં પોરબંદર એલસીબી આઇસી પીઆઇ આર.કે.કાંબરીયા, એએસઆઇ બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, ઉદયભાઇ વરૂ, ઉપેન્દ્રસિંહ જાડેજા, ગોવિંદભાઇ મકવાણા, રણજીતસિંહ દયાતર, હીમાંશુભાઇ મક્કા, મુકેશભાઇ માવદીયા, કુલદીપસિંહ જાડેજા, લખમણભાઇ ઓડેદરા, લાખીબેન મોકરીયા, નાથીબેન કુછડીયા તથા નટવરભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, દુલાભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ, જીતુભાઇ દાસા, ડ્રા. રોહીતભાઇ વસાવા વિગેરે રોકાયેલ હતા.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
