<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

ભાવનગરમાં ઉછીના આપેલ નાણાંની ઉઘરાણી કરવા ગયેલ હરેશ વેગડનું ખુન

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૬: ભાવનગરના સુભાષનગર, પંચવટી ચોક પાસે આવેલ આશિષ મંડપ વાળા ખાચામાં, પ્‍લોટ નં.૧૨૬ માં રહેતા અને મજૂરી કામ કરતા હરેશભાઈ ગોરધનભાઈ વેગડᅠ ઉં.વ.૪૨ᅠ એ સુભાષનગર, દેવીપુજકવાસમાં રહેતા તેમના મિત્ર પપ્‍પુભાઈ ભરવાડિયાને રૂ.૨૦,૦૦૦ હાથ ઉછીના આપેલા હતા. આ રકમ તેમને એક મહિનામાં પાછી આપી દેશે તેમ જણાવ્‍યું હતું. દરમિયાન હરેશભાઈને પૈસાની જરૂર હોવાથી તેમણે નાણાની ઉઘરાણી કરતા પપ્‍પુભાઈના દીકરા ભગાભાઈએ હરેશભાઈને ફોન કરીને ઝઘડો કર્યો હતો અને તેમના ઘરે બોલાવેલ હતા .આથી ગત તા.૩૧/૭ᅠ ના બપોરના ૧૨:૩૦ વાગ્‍યા આસપાસ હરેશભાઈ વેગડ પપ્‍પુભાઈના ઘરે દેવીપુજકવાસમાં ગયા હતા ત્‍યારે ત્‍યાં હાજર પપ્‍પુભાઈના દીકરા સંજય અને ભગાભાઈએ હરેશભાઈ સાથે ગાળાગાળી અને ઝઘડો કરી સંજય ભરવાડીયાએ કોશનોᅠ એક ઘા કમરના ભાગે ઝીંકી દીધો હતો અને બંને ભાઈઓએ ઢીકાપાટુ તેમજ ધોકા પડે માર મારતા હરેશભાઈ વેગડને ગંભીર હાલતે સારવાર અર્થે પ્રથમ ખાનગી હોસ્‍પિટલ અને ત્‍યારબાદ સર ટી. હોસ્‍પિટલ ખસેડવામાં આવેલ જયાં તેમનું રવિવારે રાત્રિના સારવાર દરમિયાન મોત નીપજતા મારામારીનો આ બનાવ હત્‍યામાં પરિણામ્‍યો હતો.

આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસે ફરિયાદમાં હત્‍યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.

(10:22 AM IST)