News of Wednesday, 31st July 2024
ગોંડલના ડીવાયએસપી કે.જી.ઝાલાને પોલીસની શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ એનાયત

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૩૧: ગુજરાત પોલીસમાં પોલીસની શ્રેષ્ઠ કામગીરી બદલ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પોલીસ અધિકારીઓનું દર વર્ષે એવોર્ડ આપીને સન્માન કરવામાં આવે છે.વર્ષ ૨૦૨૩ ની શ્રેષ્ઠ કામગીરી બદલ ગાંધીનગર ખાતે યોજાયેલ અલંકરણ એવોર્ડ સમારોહ-૨૦૨૪ના કાર્યક્રમમાં ગોંડલના બાહોશ Dysp કે.જી.ઝાલાને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગાંધીનગર ખાતે કરાઈ એકેડમી એવોર્ડ રાજ્યના D.G.P.વિકાસ સહાયના હસ્તે Dysp કે.જી.ઝાલાને અર્પણ કરવામાં આવ્યો હતો.ગોંડલના Dyspને શ્રેષ્ઠ કામગીરી બદલ આપવામાં એવોર્ડને લઈને ગોંડલ પોલીસ વિભાગમાં ખુશીનો માહોલ જોવા મળ્યાની સાથે Dysp કે.જી.ઝાલાને રાજકીય,સામાજિક અગ્રણીઓ,વેપારીઓ સહિતના લોકો દ્વારા ઠેરઠેર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
