તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th July 2024
ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળની શિક્ષણ મંત્રી સાથે પૂર્ણ કક્ષાની મીટીંગ સંપન્ન : વિવિધ પ્રશ્નો અંગે હકરાત્મક વલણ : ટુંક સમયમાં નિર્ણયો લેવાશે

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :આજરોજ ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા અગત્યના પડતર પ્રશ્નો અનુસંધાને શિક્ષણ મંત્રી સાથે પૂર્ણ કક્ષાની મીટીંગનું આયોજન થયું હતુ. આજની મિટિંગમાં શિક્ષણ વિભાગ અને નાણા વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ તથા અન્ય કર્મચારીગણ પણ હાજર રહ્યા હતા.
આજની મીટીંગ ખૂબ જ હકારાત્મક રહી છે. અને અગત્યના પ્રશ્નો જેવા કે ફિક્સ પગારમાં કાર્યરત અધ્યાપક સહાયકોના પગાર વધારો, 1000 રૂ મેડીકલ ભથ્થુ ઉપરાંત મળવા પાત્ર 300 રજાઓ નું રોકડમાં રૂપાંતર કરવા અંગેનો નો ઝડપથી ઉકેલ આવશે.
આ ઉપરાંત પાર્ટ ટાઈમ અધ્યાપકો ના પગાર વધારા તથા સરકારી કોલેજમાં થી ગ્રાન્ટ ઇન એડ કોલેજમાં સમાવેશ કરવામાં આવેલા છે તે અધ્યાપકોની સેવા જોડાણ માટે મિટિંગમાં ખૂબ જ ગંભીરતા પૂર્વક ચર્ચા કરવામાં આવી . તેમાં સરકારનું ખૂબ જ હકારાત્મક વલણ રહ્યું છે. તેનો પણ ઉકેલ ચોક્કસથી આવશે તેવી આશા છે.
ગ્રાન્ટેડ કોલેજમાં કાર્યરત અધ્યાપક સહાયકો ના CAS નો પ્રશ્ન નો ઝડપથી નિકાલ આવશે. ખાસ જણાવવાનું કે ખંડ સમયના અધ્યાપકો કે જેઓને અધ્યાપક સહાયક તરીકે કોલેજોમાં સમાવવામાં આવેલા છે તેઓને પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે સમાવવામાં આવે તેની ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી.
સ્પોર્ટસ ના અધ્યાપકોના નામાભિધાનનો પ્રશ્ન લાંબા સમયથી પડતર છે તેનો પણ ઉકેલ આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. શિક્ષણ મંત્રી aki ઋષિકેશભાઈ પટેલ આ તમામ પ્રશ્નો અંગે ખૂબ જ હકારાત્મક રહ્યા હતા તેમ ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા જણાવાયુ છે.
.
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
