News of Wednesday, 24th July 2024
કેશોદમા વધુ સાડા પાંચ ઇંચ વરસાદથી સિઝનનો કુલ ૫૦ ઇંચ

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૨૪: કેશોદ વિસ્તાર ઉપર મેઘરાજાનો પ્રભાવ ચાલુ જ રહેતા છેલ્લા ૨૪ કલાકમાં વધુ સાડા પાંચ એક વરસાદથી સીઝનના વરસાદનો કુલાંક ૫૦ ઇંચને પાર થયેલ છે.
ગઈકાલ સવારથી લઈ આજ સવારના આઠ કલાકે સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે સ્થાનિક શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વધતા ઓછા અંશે વરસાદી મહોલ ચાલુ રહેવા પામેલ છે.
દરમિયાન ગઈકાલે દિવસ દરમિયાન બે ઇંચ વરસ થયા બાદ એક રાજાએ રાત્રિના પણ પોતાની ફૂચ ચાલુ રાખતા સવાર સુધીમાં વધુ સાડા ત્રણ ઇંચ જેવો વરસાદ પડતા સીઝન નો કુલ ૫૩ ઇંચ નોંધાયેલ છે. એક સતત સપ્તાહથી વસતા વરસાદ બાદ લોકો હવે વરાપ ઈચ્છી રહ્યા છે
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
