<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

જામકંડોરણામાં અઢી ઇંચ : ફોફળ ડેમ ૧.૮૦ ફુટે ઓવરફલો

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા, તા., ર૪ઃ જામકંડોરણામાં ગઇકાલ સવારથી સતત ધીમીધારે વરસાદ વરસી રહયો છે. ગઇકાલ સવારથી આજે સવાર સુધીમાં છેલ્લા ર૪ કલાકમાં ૬૧ મી.મી. (દોઢ ઇંચ) વરસાદ પડયો હતો. આ સાથે સીઝનનો કુલ વરસાદ ૪૯પ મી.મી. થયેલ છે. સમગ્ર પંથકમાં વરસી રહેલા વરસાદને લીધે જામકંડોરણાનો ફોફળ ડેમ હાલમાં ï૧.૮૦ ફુટે અોવરફલો થઇ રહયો છે. (૪.૧૬)

(11:54 AM IST)