<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

દ્વારકાના ધડેચી ગામની સીમમાં પાણી વચ્ચે ફસાયેલા 9 લોકોનું NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ

બોટ દ્વારા NDRFની ટીમે તમામ ફસાયેલા લોકોને પાણીથી બહાર નિકાળ્યા

અમદાવાદ : સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ભરાઈ જવા પામ્યા છે. આ દરમિયાન દેવભૂમિ દ્વારકાના ધડેચી ગામની સીમમાં પાણી વચ્ચે ફસાયેલા 9 લોકોને NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરીને બચાવવામાં આવ્યા હતા. બોટ દ્વારા NDRFની ટીમે તમામ ફસાયેલા લોકોને પાણીથી બહાર નિકાળ્યા હતા.

દ્વારકાનો વર્તુ-2 ડેમ પણ પાણીની મોટી આવક થવાને લઈ જળસપાટી હવે ભયજનક સ્થિતિ નજીક પહોંચતા ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. વર્તુ-2 ડેમના બે દરવાજાને ખોલવામાં આવ્યા છે. નદી કાંઠાના વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદી વિસ્તારમાં સાવચેતી જાળવવા માટે પણ તંત્રએ નીચાણ વાળા ગામના લોકોને અપીલ કરી છે.

(11:54 AM IST)