<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

ભારે વરસાદ-પવનને કારણે વીજ તંત્રને ભારે દોડધામઃ ૯૬૭ થાંભલા પડી ગયાઃ ૬૯ ટ્રાન્‍સફોર્મર ડેમેજ

કુલ ૧૬૮ ફીડરો બંધ થઇ ગયા સૌથી વધુ અસર પોરબંદર, જુનાગઢ, જામનગર જીલ્લામાં: રપ ગામોમાં વીજળી ગુલ

રાજકોટ તા. ર૪ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પડી રહેલા હળવા-ભારે વરસાદને કારણે ૪૮ કલાકથી વીજ તંત્રને ભારે દોડધામ થઇ પડી છે, લાઇટો ગૂલ થવાના ટ્રાન્‍સફોર્મર ઉડવાના - થાંભલા પડી જવાના બનાવોને કારણે રીપેરીંગ અર્થે ટીમો રાઉન્‍ડ ધ કલોક વર્ક કરી રહી છે. ખાસ કરીને સૌથી વધુ અસર પોરબંદર, જુનાગઢ, જામનગર જીલ્લામાં જોવા મળી છે, એ ઉપરાંત રપ ગામોમાં સંપૂર્ણ અંધારપટ છવાયો છે.

આજે સવારના લેટેસ્‍ટ રીપોર્ટ મુજબ કુલ ૯૬૭ થાંભલા પડી ગયા છે, ૬૯ ટ્રાન્‍સફોર્મર ડેમેજ થયા છે, તો ૧૬૮ ફીડરો બંધ થઇ જતા અનેક વિસ્‍તારો-ગામોમાં ર૪ કલાકથી લાઇટો ગૂલ થઇ છે. જો કે, તમામ શહેરોમાં વીજ પુરવઠો રાબેતા મુજબ હોવાનું અધિકારી સુત્રો ઉમેરી રહ્યા છે.

(1:22 PM IST)