<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

ભાદર સહિત વધુ ર૩ ડેમોમાં ૦ાાથી રાા ફુટ નવા પાણી ઠાલવતા મેઘરાજાઃ ર૧ ડેમો ઓવરફલો

દ્વારકા જીલ્લામાં સિંચાઇ હસ્‍તકના ૧ર ડેમમાંથી ૧૦ ડેમો ઓવરફલો : ૯ ડેમોના દરવાજા ખોલાયાઃ આજી-૧ માં ૦.૧૩ તો ભાદરમાં ૦.૩૪ ફુટ નવુ પાણી આવ્‍યું

રાજકોટ તા. ર૪ :.. મેઘરાજાએ રાજકોટ - જેતપુરના ભાદર ડેમ સહિત વધુ ર૩ ડેમોમાં ૦ાા થી રાા ફુટ જેવા નવા પાણી ઠાલવતા ડેમોની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે, ભાદરમાં ૦.૪૩ ફુટ તો આજી-૧ માં ૦.૧૩ ફુટનો વધારો થયો છે.

આ ઉપરાંત ફોફળ, સોડવદર, સસોઇ, પન્‍ના, ફલઝર-૧, ફલઝર-ર, ડાઇમીણસાર, ઉંડ-૩, વાડીસંગ, રૂપારેલ, ઘી, વર્તુ-૧, ગઢકી, સોનમની, શેઢા ભાડથરી, વેરાડી-૧, સીંધણી, કાબરકા, વેરાડી-ર, મીણસાર અને સોરઠી સહિત કુલ ર૧ ડેમો ઓવરફલો થયા છે, દ્વારકા જીલ્લાના સિંચાઇ હસ્‍તકના કુલ ૧ર ડેમમાંથી ૧૦ ડેમો ઓવર ફલો તો ૧ ડેમના દરવાજા ખોલવામાં આવ્‍યા છે.

આ ઉપરાંત સૌરાષ્‍ટ્ર-કચ્‍છના હાલ ૯ ડેમોના દરવાજા ખોલવામાં આવ્‍યાનું સિંચાઇના અધિકારી વર્તુળોએ અકિલાને જણાવ્‍યું હતું.

ડેમોની વિગત જોઇએ તો ભાદર-૧ ૦.૪૩ ફુટ, આજી-૧, ૦.૧૩ ફુટ, આજી-૩ ૦.૪૯, સોડવદર ૧.૯૭, સૂરવો-૧.૧પ, ન્‍યારી-૧ ૦.૧૬, ન્‍યારી-ર ૦.૪૯, ફાડદંગ બેટી ૦.૩૩, છાપરવાડી-ર-૧.૩૧, મચ્‍છુ-ર ૦.૧૬, ડેમી-૧ ૦.૮ર, ડેમી-ર ૦.૧૬, વિજરખી ૧.૮૦, ફોફળ-ર ૦.૩૦, ઉંડ-૧ ૧.૧ર, કંકાવટી-ર.૭ર, ઉંડ-ર-૦.૩૩, ફલઝર-૧.૮૦, રૂપાવટી ૧.૩૧, ઘી-૦.૯પ, વર્તુ-ર ૦.૯ર, વેરાડી-૧ ર.૧૩, વેરાડી ૬.૪૬, વઢવાણ ભોગાવો ૦.ર૦, ફુટની આવક થઇ છે.

(11:09 AM IST)