<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

સુદર્શન સેતુ બ્રીજમાં પહેલા વરસાદે મસમોટા ગાબડા

(ભરતભાઇ બારાઇ દ્વારા) ઓખા,તા. ૨૪: વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્‍ટ એવો બેટ દ્વારકાને જોડતો સુદર્શન સેતુ બ્રીજ પણ ભ્રષ્ટાચારનો ભોગ બનેલ હોય તેવું લાગે છે.

૯૨૫ કરોડના ખર્ચે બનેલ અને તાજેતરમાં લોકાર્પણ થયેલ આ બ્રિજ માં પહેલા વરસાદે મસમોટા ગાબડા પડી ગયા છે અને લોખંડના સળિયા બાર ડોકિયાં કરવા માંડ્‍યા છે જેને લઈ લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને આ બાબત તાત્‍કાલિક ઉચ્‍ચ કક્ષા એ તપાસ થાય તેવી લોકો માંગણી કરી રહ્યા છે. જો આ બ્રિજની ગુણવત્તા અને કામની ક્‍વોલિટી ચકાસવામાં નહીં આવે તો મોરબી જેવી દુર્ઘટના નકારી શકાય તેમ નથી.

ઉલ્લેખનીય છે કે હજુ થોડા સમય પહેલાં અહીં ના પાર્કિંગ ની બન્ને બાજુ ની દિવાલ ધસી પડી હતી અને હજુ તે સમાચારની ઘટના ભુલાઈ નથી ત્‍યાં આ સમાચાર આવતા આ બ્રિજના કામની ગુણવત્તા ઉપર સવાલો ઉભા થયા છે.

(10:28 AM IST)