<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th July 2024

વિસાવદરના આંબાજળ ડેમનો એક દરવાજો ખોલાયો: ચાર ઈંચ સાથે મોસમનો કુલ વરસાદ ૩૮ ઈંચ..!!

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદરમાં ચાર ઈંચ પાણી પડી જતા મોસમનો કુલ વરસાદ ૩૮ ઈંચ થઈ ચૂકયો છે. દરમિયાન સતાધાર આંબાજળ ડેમમાં સતત પાણીના પ્રવાહની આવક થતા એક દરવાજો ખોલાયાના સમાચારો સાંપડી રહ્યા છે.

  વિસાવદર તાલુકાના જાંબુડી ગામ પાસે આંબાજળ નદી પર આવેલ આબાજળ ડેમમા ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ હોઈ ડેમની નિર્ધારીત સપાટી ૧૮૦.૫૦ મીટર જાળવવા ૨૪:૦૦ કલાકે ડેમના ૨ દરવાજા, ૦૩૦. મીટર ખોલવામા આવેલ છે.

  ડેમમા હાલનુ પાણીનુ લેવલ ૧૮૦ ૫૦ મીટર, પાણીની ઉડાઈ- ૮.૬૫  મીટર, પાણીનો જીવંત જથ્થો ૬.૫૯૪ તથા કુલ જથ્થો ૭.૫૪૨ મી.ઘન મીટર છે. પાણીની આવક અને, જાવક ૬રર.૩૧૧ ક્યુસેકસ છે. નદીમા પાણીનો પ્રવાહ છોડવામાં આવેલ હોય, જેથી ડેમની નીચાણવાસમાં આવેલ ગામના લોકોને નદીના પટમા કે, કાંઠા વિસ્તારમાં કોઈએ અવરજવર ન કરવા તેમજ સાવચેત તથા સલામત સ્થળે રહેવા સુચના અપાઈ છે. વિસાવદર તાલુકાના ગામ : ૧, જાંબુડી- સતાધાર, ૨, મોટા ચાપરડા, ૩, નવી ચાવંડ અને ૪, ખિજડીયાનો સમાવેશ થાય છે.

(1:12 AM IST)