<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th July 2024

પોરબંદરમાં અનરાધાર આઠ થી નવ ઇંચ વરસાદ પડી ગયો: ઠેર ઠેર પાણી ભરાયા: વીજળીના ધાંધિયા: ઓફિસરોના ફોન બંધ*

પોરબંદરમાં સવારે ૧૧ વાગ્યાથી ધીમીધારે વરસાદ શરૂ થયો,   બપોરે ૪.૩૦ પછી જોર પકડ્યું હતું અને અત્યારે રાત્રે ૧૨.૩૦ સુધીમાં આઠથી નવ ઇંચ વરસાદ પડી ગયો છે. સાંજે ૫.૩૦ થી ૭ સુધી મીની વાવાઝોડું ફૂંકાયું, જેમાં ડઝનેક  વૃક્ષો તૂટી પડ્યા હતા. સુદામા ચોક, ખીજડી પ્લોટ, છાયા તરફ જતા રસ્તા ઉપર પાણી ભરાયા. નીચાણ વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસ્યા. એમ્બ્યુલન્સ પણ અટવાઈ ગઈ હતી. ભાવસિંહજી હોસ્પિટલ, યુગાન્ડા વિસ્તારમાં ૬-૭ કલાકથી લાઈટ ગુલ છે. પીજીવિસીએલના કોઈ અધિકારીઓ ફોન ઉપાડતા નથી. પરેશ પારેખ પોરબંદર.

(1:05 AM IST)