તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
વિસાવદરના આંબાજળ ડેમમાં ૭૦ ટકા પાણીનો જથ્થો એકત્રિત : નિચાણવાળા ગામોને એલર્ટ કરાયા : વહીવટીતંત્ર સાબદુ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર પંથક પર મેઘરાજા ઓળઘોળ છે ત્યારે સતાધાર આંબાજળ ડેમમાં ૭૦ ટકા જેટલો પાણીનો જથ્થો એકત્રિત થયાના સમાચારો સાંપડી રહ્યા છે.
વિસાવદર તાલુકાના જાંબુડી ગામ પાસે આંબાજળ નદી પર આવેલ આબાજળ ડેમમા તેના ડીઝાઈન સ્ટોરેજના ૭૦ ટકા સુધી પાણી ભરાયેલ છે. ડેમમાં હાલનુ પાણીનું લેવલ-૧૮૦,૩૫ મીટર, પાણીની ઉડાઈ- ૮.૫૫ મીટર તથા પાણીનો જીવંત જથ્થો ૬.૪૪૧ તથા કુલ જથ્થો ૭.૩૮૯ મી.ઘન મીટર તથા પાણીની આવક ૧૦,૩૩૪.૫યુસેક્સ છે. ડેમની નીચાણવાસમાં આવતા ગામના લોકોને નદીના પટમાં કે, કાંઠા વિસ્તારમાં કોઈએ અવર જવર ન કરવા સુચના અપાઈ છે. ડેમની નીચાણવાસના ગામોમાં વિસાવદર તાલુકાના ગામ : ૧, જાંબુડી - સતાધાર, ૨, મોટા ચાપરડા, ૩, નવી ચાવંડ અને ૪, ખિજડીયાનો સમાવેશ થાય છે.
(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
