News of Thursday, 18th July 2024
સૌરાષ્ટ્રના ઉપલેટા પંથકમાં આભ ફાટ્યું: જામજોધપુર, મોટી પાનેલી, ગિંગણી સહિત અનેક ગામોમાં વીજળીના પ્રચંડ અવાજો વચ્ચે મોડી રાત્રે ભયજનક ભારે વરસાદ ચાલુ : જુઓ વિડિઓ

રાજકોટ જિ.ના સમગ્ર ઉપલેટા પંથકમાં આભ ફાટ્યું હોય એમ જામજોધપુર, મોટી પાનેલી, ગીગણી સહિતના ગામોમાં મોડી રાત્રે ૧૦ વાગ્યા પછી સાંબેલાધારે વરસાદ વરસી રહ્યો છે: ભયજનક સ્થિતિ: ઘરમાં પાણી ભરાવા લાગ્યા: વીજળીના પ્રચંડ કડાકા ભડાકા. ભાયાવદરની બજારોમાં પાણી ફરી વળ્યા છે. જામજોધપુર ની બજારોમાં અને શેરીઓમાં નદી જેટલા પાણી વહી રહ્યા છે. મોટી પાનેલી માં હદ વરસાદ, વરસાદ, વીજળી. શહેરની વચ્ચોવચથી નદી વહી રહી છે. ઢાંકમાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે. અહેવાલો ચંદ્રેશ હિરાણી મોટી પાનેલી, દર્શન મકવાણા જામજોધપુર..
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
