<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

વિસાવદરમાં મેઘરાજાની સટાસટી : વધુ સવા ત્રણ ઈંચ ખાબકયો : પોપટડી-મહિયારી નદીમાં પાણી આવ્યુ : મોસમનો કુલ વરસાદ ૩૭ ઈંચ..!!

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદરમાં મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. વિસાવદરમાં વધુ સવા ત્રણ ઈંચ વરસાદ ખાબકતા મોસમનો કુલ વરસાદ ૩૭ ઈંચ નોંધાઈ ચૂકયો છે..!! વિસાવદર શહેરની મધ્યમાંથી પસાર થતી મહિયારી નદી તથા પોપટડી નદીમાં પાણી આવ્યુ છે. વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ખૂબ જ સારો વરસાદ હોવાના વાવડ મળે છે.
સત્તાવાર આંકડા પ્રમાણે વિસાવદરમાં આજે ગુરૂવારે સવારે ૮થી૧૦ દરમિયાન ૦૫ મી.મી., બપોરે ૨થી ૪ દરમિયાન ૦૫ મી.મી., સાંજે ૪થી ૬ દરમિયાન ૧૨ મી.મી., સાંજે ૬થી ૮ દરમિયાન ૩૬ મી.મી., સાંજે ૮થી ૧૦ દરમિયાન ૨૪ મી.મી.મળી કુલ:- ૮૨ મી.મી.વરસાદ નોંધાયો છે. જયારે મોસમનો કુલ વરસાદ ૯૨૫ મી.મી.નોંધાઈ ચૂકયો છે.

(10:58 PM IST)