તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
ભુજના બિહારીલાલ મંદિરના મહંત પૂ. રામદાસજીબાપુ (પૂ.મૌનીબાપુ) બ્રહ્મલીન થતાં તેમના બહોળા સેવક સમુદાયમાં શોકનું મોજું
તેમણે અહીં અંદાજે ૬૦ વર્ષ સુધી પ્રભુ સેવા, ભક્તિ, ગૌસેવા ની જ્યોત પ્રજ્વલ્લિત કરી:૧૫ વર્ષ સુધી મૌન સાધના કરી: શુક્રવારે સવારે 7 વાગ્યે પાલખીયાત્રા

ભુજના બિહારીલાલ મંદિરના મહંત પૂ. રામદાસજીબાપુ (પૂ.મૌનીબાપુ) બ્રહ્મલીન થતાં તેમના બહોળા સેવક સમુદાયમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમના પરમ શિષ્ય અને ભુજના પૂર્વ નગરપતિ ઘનશ્યામ રસિકભાઈ ઠક્કરના જણાવ્યા પ્રમાણે તેમણે અહીં અંદાજે ૬૦ વર્ષ સુધી પ્રભુ સેવા, ભક્તિ, ગૌસેવા ની જ્યોત પ્રજ્વલ્લિત કરી હતી. જેમાં ૧૫ વર્ષ સુધી મૌન સાધના કરી હતી. ૮૫ વર્ષીય પૂ. મૌનીબાપુની પાલખીયાત્રા આવતીકાલ શુક્રવારે તા. ૧૯.૭ ના સવારે ૭ વાગ્યે બિહારીલાલ મહાદેવ મંદિરેથી ખારી નદી સ્વર્ગ પ્રયાણ ધામ જશે. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ)
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
