<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ : પોરબંદરમાં 3 ઇંચ ખાબક્યો : કુતિયાણામાં દોઢ ઇંચ અને રાણાવાવમાં એક ઇંચ વરસાદ

બાંટવા નજીક ખારા ડેમના 3 દરવાજા અને કુતિયાણા પાસે માલણકા ડેમના 4 દરવાજા ખોલાયા

પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો, પોરબંદર શહેરમાં બપોરે ભારે બફારા બાદ 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો, ભારે વરસાદ વરસતા રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં હતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, પોરબંદર જિલ્લાના કુતિયાણામાં દોઢ ઇંચ અને રાણાવવામાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો

દરમિયાન બાંટવા નજીક ખારા ડેમના ત્રણ દરવાજા ખોલાયા છે જયારે કુતિયાણાના માલણકા ડેમના 4 દરવાજા ખોલાયા છે

(7:08 PM IST)