તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
વંથલીમાં અઢી કલ્યાણપુર-દોઢ, જુનાગઢ-ગીરગઢડામાં ૧ ઇંચ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૮: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ વચ્ચે હળવો ભારે વરસાદ વરસી જાય છે.
જેમાં જુનાગઢ જીલ્લાના વંથલીમાં અઢી ઇંચ, જુનાગઢમાં ૧ ઇંચ તથા કેશોદ, માણાવદરમાં ઝાપટા પડયા છે.
ગીર સોમનાથ
ગીર સોમનાથ જીલ્લાના ગીરગઢડામાં ૧ ઇંચ, કોડીનારમાં અડધો ઇંચ તથા તાલાલા અને સુત્રાપાડામાં ઝાપટા પડયા છે.
દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં દોઢ ઇંચ તથા ભાણવડમાં પોણો ઇંચ વરસાદ પડયો છે અને દ્વારકામાં ઝાપટા પડયા છે.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
