તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
મોરબીના મકનસર ગામે ટ્રેકટર ચડાવી યુવાનની હત્યા કરનાર ૩ શખ્સોની શોધખોળ

મોરબીના મકનસર ગામમાં યુવાન ટ્રેક્ટરમાં બેઠો હોય ત્યારે બે અજાણ્યા સહિતના ઇસમોએ યુવાનને ટ્રેક્ટર પરથી ફેંકી દીધો હતો અને યુવાન પર ટ્રેક્ટર ચડાવી ગંભીર ઈજા કરતા સારવાર દરમિયાન મોત થયું હોય જે બનાવ મામલે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
નવા મકનસર ગામે રહેતા ગંગારામભાઈ ચકુભાઈ મકવાણા (ઉ.વ.૭૨) વાળાએ આરોપીઓ ગોરધનભાઈ મગવાણીયા ટ્રેક્ટરવાળા રહે પ્રેમજીનગર તા. મોરબી અને બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૧૬ જુલાઈના રોજ ઘરે હોય અને બાળકો ઘર પાસે રમતા હોય ત્યારે મોટા દીકરા દિલીપના દીકરા ધાર્મિક દરવાજા પાસે જતા બાળકોએ ધાર્મિકને કહ્યું કે તારા પ્રકાશ કાકા પાણીના ટાંકા પાસે પડ્યા છે અને લોહી નીકળે છે જેથી પાણીના ટાંકા પાસે જતા ફરિયાદીનો દીકરો પ્રકાશ મકવાણા (ઉ.વ.૩૪) વાળા લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા અને બેભાન દેખાતા હતા જયાં હાજર માણસો પાસેથી જાણવા મળ્યું હતું કે દીકરો પ્રકાશ અને બે અજાણ્યા માણસો ગોરધનભાઈના ટ્રેક્ટર પર બેઠા હોય ત્યારે ગોરધનભાઈ સાથેના માણસોએ દીકરા પ્રકાશને ટ્રેક્ટર પરથી ફેંકી દેતા અને ગોરધનભાઈએ દીકરા પ્રકાશ પર ટ્રેક્ટર ચડાવી દીધું હતું.
જેથી દીકરા પ્રકાશને રીક્ષામાં સુવડાવ્યો અને ૧૦૮ માં ફોન કરતા એમ્બ્યુલન્સ આવતા સરકારી હોસ્પિટલ લઇ ગયા હતા જયાં દીકરાનું સારવાર દરમીયાન મોત થયું હતું આમ ગોરધનભાઈના ટ્રેક્ટર પર દીકરો પ્રકાશ મકવાણા અને બીજા બે અજાણ્યા માણસો બેઠા હોય અને ગોરધનભાઈ સાથેના બે માણસોએ દીકરા પ્રકાશને ટ્રેક્ટર પરથી ફેંકી દીધો બાદમાં ગોરધનભાઈએ દીકરા પ્રકાશ પર ટ્રેક્ટર ચડાવી ગંભીર ઈજા પહોંચાડતા સારવાર દરમિયાન મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બે અજાણ્યા સહીત ત્રણ આરોપી વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
