તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
ઉપલેટા તાલુકામાં પ થી ૭ ઇંચ વરસાદ ખાબકયો
પાટણવાવ ઓસમ પર્વત, લાઠ ભીમોરા, તલંગણા, મેરવદર સહિતમાં સટાસટી બોલાવતા મેઘરાજા

રાજકોટ તા. ૧૮ :.. રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકામાં આજે મેઘરાજાએ સટાસટી બોલાવી છે અને અનેક વિસ્તારોમાં પ થી ૭ ઇંચ વરસાદ તૂટી પડયો છે.
ઉપલેટા - ધોરાજી તાલુકાના ઓસમ પર્વત ઉપર અને આસપાસના વિસ્તારોમાં આજે મેઘરાજા મહેરબાન થતા સર્વત્ર પાણી - પાણી થઇ ગયું હતું.
ઓસમ પર્વત ઉપરથી વરસતા વરસાદના પાણીથી નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. ઓસમ પર્વત ઉપરથી વરસાદી પાણી વહેણ રૂપે નીચે આવતા નજરે પડયા હતાં.
આ ઉપરાંત ઉપલેટા, તાલુકાના લાઠ, ભીમોરા, તલંગણામાં પ થી ૭ ઇંચ વરસાદ પડયો હતો. જયારે મેરવદરમાં ૪ થી પ ઇંચ વરસાદ ખાબયો હતો.
ઉપલેટા-ધોરાજી પંથકમાં વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયુ છે. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
