News of Thursday, 18th July 2024
જામનગર જિલ્લામાં ચાંદીપૂરા વાયરસની એન્ટ્રી : જામજોધપુર - ધ્રોલમાં શંકાસ્પદ કેસ
કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ- ધારાસભ્ય દિવ્યેશભાઈ દ્વારા જીજી હોસ્પિટલમાં બેઠક યોજાઈ : જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસ રોકવા માટે તેમજ સંક્રમિત શંકાસ્પદ કેસના દર્દીની અલાયદી સારવાર અર્થે ચર્ચા કરાઈ

(મુકુંદ બદિયાણી/સંજય ડાંગર દ્વારા) જામનગર-ધ્રોલ, તા ૧૮: , ગુજરાત ભરમા ચાંદીપૂરા વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે, જામનગર જિલ્લામાં પણ આ કેસની એન્ટ્રી થઈ ગઈ હોવાથી ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ આ સંબંધે ચિંતા વ્યક્ત કરી હતી, અને આ રોગચાળાને અટકાવવાના જરૂરી પગલાં ભરવા માટે જી.જી. હોસ્પિટલની તાકીદ ની મુલાકાત લેવામાં આવી હતી.
બિન સત્તાવાર માહિતી મુજબ જામજોધપુર અને ધ્રોલમાં બે શંકાસ્પદ કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે
ગુજરાત રાજ્ય ના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ આજે સવારે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચ્યા હતાઝ જ્યાં તેઓએ જી.જી. હોસ્પિટલના ડીન ડોક્ટર નંદીની દેસાઈ, હોસ્પિટલ ના સુપ્રી. ડો. તિવારી તથા અન્ય તબીબી અધિકારીઓની સાથે બેઠક નો દોર યોજયો હતો, અને જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં દર્દીઓની જરૂરી સારવાર અર્થે અલગ વોર્ડની વ્યવસ્થા કરવા, તેમ જ જરૂરી દવા તથા તેને લગત જથ્થો પર્યાપ્ત માત્રામાં તૈયાર રાખવા સંબંધે ચર્ચા કરી હતી. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની ટીમ પણ આ સંબંધે દોડધામ કરી રહી છે. (તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર.
(12:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
