તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
કાલીન્દ્રી નદીમાંથી સિંહ અને બે બચ્ચાના મૃતદેહ મળવાના મામલે સઘન તપાસ
મોતનું કારણ જાણવા વિશેરા પૃથ્થકરણ માટે એફએસએલમાં મોકલાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૮ : જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં ખોરાસા ગીર અને પાતરા ગામ વચ્ચે કાલીન્દ્રી નદીના પટ્ટમાંથી એક સિંહણ અને બે બચ્ચાના મૃતદેહ મળી આવ્યાની ઘટના અંગે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.
ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે વનવિભાગના અધિકારીઓએ એફએસએલની મદદ લીધી છે.
સિંહણના મૃતદેહમાં જીવાત પડી ગઇ હોવાથી તેનું મોત અંદાજે ૪ દિવસ પહેલાં થયાનું મનાઇ રહ્યું છે. સાથે તેના બે બચ્ચાંના પણ મોત થયા છે.
સીસીએફ અનુરાધા શાહુએ જણાવ્યું હતું કે, સિંહણ અને તેના બે બચ્ચાંના મૃતદેહ મળી આવતા તપાસ હાથ ધરવામાં આવી છે.મૃતક સિંહણનો ચુલડી બીટ આસપાસ મુકામ હતો. તેના મોતનું કારણ જાણવા એફએસએલની લેવાય છે વિશેરા પૃથકરણમાં મોકલવામાં આવ્યા છે.
એક સાથે ત્રણ સિંહના મૃતદેહ મળવાની ઘટનાથી પ્રાણી પ્રેમીઓમાં ચકચાર મચી ગઈ છે
(12:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
