<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

પોરબંદર અરબી સમુદ્ર માર્ગેથી ડ્રગ્‍સ ઘુસાડવાની ચેનલ પુનઃ જીવંત ?

ચોમાસાના વાતાવરણનો લાભ લઇને મોટું કન્‍સાઇમેન્‍ટ પાર પાડવા માટે હવાતિયા : સુરક્ષા એજન્‍સીઓ એલર્ટ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૮:  ગુજરાત ૧૬૦૦ કિલોમીટર દરીયા કિનારામાં પણ મુખ્‍યત્‍વે સૌરાષ્‍ટ્ર-કચ્‍છનો દરીયા કિનારો સંવેદનશીલતા સંવેદનશીલ ગણાય છે. તેમાં મુખ્‍ય સેન્‍ટર પોઇન્‍ટ પોરબંદરનો ૧૦૬ કિલોમીટરનો દરીયાઇ વિસ્‍તાર જે પોરબંદરનું અરબી સમુદ્રનું આ બંદર ર૧ં-૩૮ં ઉત્તર અક્ષાંશ અને ૬૯ં-૩૭ં પુર્વ રેખાંશ  આવેલું છે. જાપાન, સિંગાપોર, થાઇલેન્‍ડ, ઇન્‍ડોનેશીયા, શ્રીલંકા, ઇરાની અખાતના દેશો ફ્રાન્‍સ બ્રિટન, હોલેન્‍ડ, ઇટલી, પુર્વ જર્મની, ઝેકોસ્‍લોવેકીયા, બલ્‍ગેરીયા, રશીયા, પોલેન્‍ડ, અલ્‍જીરીયસ પનામા, કેનેડા અને ગલ્‍ફના દેશો સાથે નિકાઇ થાય છે. આફ્રિકા ખંડ સાથે જુનો નાતો છે.

હાલ ગલ્‍ફના દેશો ઇરા-ઇરાકેના ડ્રગ્‍સ માફીયાઓએ ગુજરાતના ૧૬૦૦ કિલોમીટરના દરીયા કિનારા બાનમાં લીધો છે. કરોડ રૂપીયાનું ડ્રગ્‍સ ઘુસાડેલ છે. ઘુસાડી રહેલ છે. સતર્ક એજન્‍સી તેની ફરજ બજાવી રહી છે. પરંતુ મથાળા સુધી પહોંચી શકવા માટે પારોઠ પગલા ભરવા પડે તેવી સ્‍થિતિ અને બહાર લાવવામાં મુશ્‍કેલ છે.

ઇરાન-ઇરાક માદક દ્રવ્‍યો કરોડ રૂપીયાના ઘુસાડેલ છે. આંક ઘણો મોટો છે. અંક શબ્‍દો લખતા પણ ચક્કર આવી જાય. પોરબંદરના દરીયા કિનારો મુખ્‍ય સેન્‍ટર યાને હેડ કવાર્ટર છે અને ગણાય છે. પોરબંદરના અરબી સમુદ્ર દવારા અમાપ રકમનું ડ્રગ્‍સ ઘુસાડેલ છે. હજુ સક્રિયતા જીવંત છે.અહી તેનો ડ્રગ્‍સ સપ્‍લેન્‍ડર હોવાનો ઇશારો કરે છે. ત્‍યાં સુધી પહોંચવા માટે અભ્‍યાસ કરવો જરૂરી છે ત્‍યાર પછી આગળ વધી શકાય. આંશિક સંકલનમાં મુખ્‍ય હકિકત ધ્‍યાનાકર્ષ છે. અને આજની યુવા પેઢીને કેટલુ નુકશાન પહોંચાડી ભારતનું યુવાનનુ હિર ખલાસ કરી રહી છે.અગાઉ રાષ્‍ટ્રપ્રેમી ડેન્‍જર ચાર્લી તેમજ દેવભુમી દ્વારકા જામનગર જીલલ છેલ્લા થોડા સમયથી કચ્‍છના અખાત પર બાજનજર રાખનાર દેશપ્રેમી રોબર્ટ-રોઝીએ પોતાના દ્વારા મળેલ સંકેતના તારણ પરથી આ દેશ ભારતના યુવાધનને નિર્માલ્‍ય બનાવવા એક ષડયંત્ર ગોઠવાયેલ હોવાનો ઇશારો કરેલ અને સમય આંતરે કરતા આવેલ છે. આજદિન સુધી તેઓએ કરેલ ઇશારા સંકેતને ૧૦૦ ટકા પુર્તિ મળી છે અને વર્તમાન સમયમાં પણ મળતી રહે છે.

જયારે વાસ્‍તવિક ગુજરાતના ૧૬૦૦ કિલોમીટરના અરબી સમુદ્રનો ભારતનો લાંબામાં લાંબો કિનારો ધરાવે છે. તે સૌરાષ્‍ટ્ર-કચ્‍છનો સમાવેશ થતા અક્ષાંશ રેખાંશ પ્રમાણે પોરબંદર જીલ્લાનો ૧૦૬ કિલોમીટરના દરીયા કિનારે મહત્‍વપુર્ણ ભુમીકા સાથે સંવેદનશીલ એમ કહી તો ખોટુ નથી કે ડ્રગ્‍સ માફીયાના ડ્રગ્‍સ કન્‍સાઇન્‍ટ મોકલવા ઘુસાડવા માટે પ્રવેશ દ્વાર છે. ગુપ્ત રીતે પોરબંદરની આંતર રાષ્‍ટ્રીય જળસિમાહ સજીવન છે. ઉડતા પંજાબ જેવી સ્‍થિતિ છે. રાજય ધોરીમાર્ગ, રાષ્‍ટ્રીય ધોરી માર્ગ, કોસ્‍ટલ હાઇવે તેમજ સ્‍થાનીક શહેરી વિસ્‍તાર ગ્રામ્‍ય તાલુકા વિસ્‍તારના માર્ગો સાંકળ ચાવી  રૂપ ગણી શકાય એકાદ વરસ પહેલા કે આસપાસ કાશ્‍મીરથી રેલ્‍વે દ્વારા પોરબંદર અંજામ આપવા ત્રણ આંતકવાદી પોરબંદર સ્‍ટેશન પર બાતમી ઇનપુટ આધારે સજાગતા વાપરી ઝડપી લીધા તેનું નેટવર્ક ગુજરાત સુરત સુધી યુવાન યુવતી ઝડપાણી. તે આંકડાના આદેશની રાહ જોઇ બેઠી હતી અને સુરત કોર્ટમાં અંજામ આપવાનો હતો તે સફળ ન થયો.ડ્રગ્‍સ હેરાફેરી માટે તેમજ માનવ ધન હેરાફેરી માટે કચ્‍છ બોર્ડર કુખ્‍યાત છે.

જયારે ડ્રગ્‍સ માફીયાનું નેટવર્ક રાજસ્‍થાન, મહારાષ્‍ટ્ર, દિલ્‍હી, પંજાબ સુધી પથરાયેલ છે. પરંતુ બિન સતાવાર ઇશારો પોરબંદર દરીયાઇ આંતરરાષ્‍ટ્રીય પટ્ટી છે. ત્‍યાંથી હલચલ થાય છે. પાકિસ્‍તાન મારફત ભારતીય અરબી સમુદ્રમાં ઘુસણખોરી કરે છે. પરંતુ ભારતની એલઓસી બોર્ડ ટચ કરે છે. જયાં સુમસામ રેઢુ જણાય ત્‍યાંથી ઘુસણખોરી કરે છે. પોરબંદરના અજ્ઞાત ડ્રગ્‍સ સપ્‍લેન્‍ડરોનો સળવળાટ છે. પરંતુ બહાર આવતુ નથી. કોલેજના વિદ્યાર્થીઓમાં ડ્રગ્‍સનું દુષણ ઘુસેલ છે. પરંતુ મર્યાદીત છે. ચેનલ વ્‍યવસ્‍થીત ચાલે છે. કેટલાક માતા-પિતાઓ દુઃખી છે કહી શકતા નથી. દયનીય હાલત છે. સંતાનનો શોખ પુર્ણ કરવા સહન કરી લ્‍યે છે. કેટલીક ચોંકાવનારી દંતકથા રૂપે હકિકત જાણવા મળે પરંતુ સમર્થનના અભાવે પ્રગટ કરી શકાતી નથી.

આપણા  દેશમાં ડ્રગ્‍સના ઓવરડોઝને કારણે કેટલાય યુવક-યુવતીઓ કમોતે મરે છે જૂન માસના પ્રથમ બે સપ્‍તાહમાં માત્ર પંજાબમાં ૧૪ ચોૈદ વ્‍યકિતઓએ ડ્રગ્‍સમાંથી ઓવર ડોઝ ના કારણે જીવ ગુમાવ્‍યો છે. અન્ને એ ઉલ્લેખનીય છે કે પંજાબની એક જેલમાં કેદમાં ડ્રગ્‍સમાફીયા મોબાઇલ કન્‍સાઇમેન્‍ટ મંગાવતોને નેટવર્ક પકડાયેલ ઘણુ કરીને આ કન્‍સાઇમેન્‍ટ પોરબંદર દરિયાઇ વિસ્‍તારમાંથી ઝડપાણું હતું.

નેશનલ (રાષ્‍ટ્રીય) ક્રાઇમ રેકોર્ડ બ્‍યુરો (એમસીઆરબી) ના આંકડાઓ પ્રમાણે કોમ્‍પ્‍યુટરના જમાનામાં પણ એનસીઆરબી જે-તે વર્ષનાગુનાઓના આંકડાઓ જાહેર કરવામાં બે વર્ષ જેટલો સમય કેમ લાગે છે. એ એકમોટો કોયડો છેઃ ૨૦૨૨ના વર્ષમાં આપણા દેશમં ડ્રગ્‍સના ઓવરડોઝના કારણે ૬૮૧ વ્‍યકિતના જીવનનો અકાળે અંત આવી ગયો હતો. જેમાં પંજાબની ૧૪૪ રાજસ્‍વાનની ૧૧૭ અને મધ્‍યપ્રદેશની ૭૪ વ્‍યકિતઓનો સમાવેશ થતો હતો.

૨૦૨માં દેશમાં ડ્રગ્‍સના ઓવર ડોઝને કારણે ૧૧૬ મહિલાઓ પણ કમોતે મરી હતી. ડ્રગ્‍સ કારણે મૃત્‍યુ પામનારી વ્‍યકિતઓમાં મોટાભાગે ૧૮ થી ૪૫ વર્ષની વ્‍યકિતઓ હોય છે. એમાં પણ ૨૦ થી ૩૦ વર્ષની વચ્‍ચેઁની સંખ્‍યા વધુ હોય છે. એટલે કે વિદ્યાથીઓની, સ્‍ટુડન્‍ટસ (વિદ્યાર્થી)ની સંખ્‍યા વધુ હોય છે. એટલે કે વિદ્યાર્થીઓની સ્‍ટુડન્‍ટસ (વિદ્યાથી)ની સંખ્‍યા પણ વધુ હોય છે. એપ્રિલ ૨૦૨૪માં બેંગ્‍લોરની એક ૧૮ વર્ષીય યુવતી દિલ્‍હીમાં તેના બોયફ્રેન્‍ડને મળી એ વખતે તેના બોયફ્રેન્‍ડે કહ્યું હતું કે ડ્રગ્‍સના સેવનથી અપર્ણનીય અનુભૂતિ થતી હોય છે.  તેઓએ પૈસા દાન-ધર્મમાં કે ગરીબોને મદદ કરવા માટે કે અનાથ છોકરાઅને ભણાવવા માટે તો ન જ ખર્ચવાના હોય! એ પૈસાનો ઉપયોગ આંતકવાદ કે તેને પોસવા માટે થતો હોય ગેરકાનૂની પ્રવૃતિ માટે થતો હોય. ભારત વિરોધી પ્રવતિઓ માટે થતો હોય. એટલે કે ડ્રગ્‍સનું સેવન કરનારાઓની ખોપડીમાં એ વાત નથી ઉતરતી કે ઇટ્‍સ નોટ કુલ! જયારે તમે ડ્રગ્‍સનું સેવન કરો છો ત્‍યારે તમારી જાતનો દ્રોહ કરો છો. સમાજનો દ્રોહ કરો છો અને ‘‘દેશદ્રોહ પણ કરો છો'' જો કે જાડી બુધ્‍ધિના લોકોના દિમાગમાં આ વાત ઉતરતી નથી હોતી.

હિન્‍દી ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીઝમાં ડ્રગ્‍સના ઉપયોગ વિશેની વાર્તા સમાચારોમાં સમયાંતરે ચમકતી રહે છે. હિન્‍દી ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીઝમાં (અને મીડિયામાં પણા બે ભાન પડી ગયા છે. એક વર્ગ એમ કહે છે કે બોલીવુડમાં ડ્રગ્‍સનું બેફામ સેવન થાય છે. તો બીજા વર્ગ કહે છે. માને છે કે હિન્‍દી ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીઝમાં તો રાજરાજયના સમયમાં હતી એી પવિત્રતા છે. આવા બોલિવુડના પારવેડા જેવા નિર્દોષ ભૂલકાને બદનામ કરવા માટે એવી અફવા ફેલાઇ રહી છે કે બોલિવુડના સ્‍ટાર્સ મેડ ફોર   ઇંચ મેકરર્સ અને અન્‍ય સરૂલ વ્‍યકિતઓડ્રગ્‍સ  સેવન કરે છે! હિન્‍દી ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રઁિઝની અને મુંબઇ ના જુદા જુદા ક્ષેત્રોની ઘણી સફળ વ્‍યકિતઓ પણ ડ્રગ્‍સનું સેવન કરે છે એ  ઓપન ખુલ્લી સિક્રેટ યાને ખુલ્લી કિતાબ છે.

(1:06 PM IST)