<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

આજે અને કાલે સોૈરાષ્‍ટ્રમાં વરસાદ તુટી પડે તેવી આગાહી

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૧૮: તા.૧૮ અને ૧૯ જુલાઇ માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે ઓરેન્‍જ અને રેડ એલર્ટ જાહેર કરાયેલ છે. ચોમાસુ શરૂ થયુ ત્‍યારથી અત્‍યાર સુધી બંગાળની ખાડી કે અરબ સાગરમાંથી એક પણ લો પ્રેશર સિસ્‍ટમ ઉદભવી નહોતી પણ હાલ બંગાળની ખાડીમાંથી ગુજરાત પહોંચેલ પ્રથમ લો-પ્રેશર સિસ્‍ટમ ખાસ કરી સોૈરાષ્‍ટ્ર માટે અને થોડા કચ્‍છ વિસ્‍તાર માટે પણ અતિભારે વરસાદ વરસાવનારી સાબિત થશે. ત્‍યારે આઇએમડીના ફોરેકાસ્‍ટ મેપ મુજબ જો આ અંધાધુંધ વરસાદ સોૈરાષ્‍ટ્રમાં ગમે તે સ્‍થળે અતિ રોદ્ર વર્ષા થઇ શકે છે. જોકે ચોમાસુ શરૂ થયુ ત્‍યારથી આઇએમડીની ગુજરાત માટેની ફોરકાસ્‍ટમાં બદલાવ અવશ્‍ય જોવા મળ્‍યો છે.

(12:11 PM IST)