તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
મોટા ઉજળા તથા ધારીના પ્રેમપરામાં બે વૃઘ્ધના વિજશોક લાગતા મોત
અમરેલી જિલ્લામાં વધુ બે કમતોના બનાવો

અમરેલી, તા.૧૮: અમરેલી જિલ્લામાં વધુ બે કમોતના બનાવો પોલીસમાં જાહેર થયેલ જેમાં મોટા ઉજળા તથા ધારીના પ્રેમપરામાં બે વૃઘ્ધના વિજ શોક લાગવાથી મોત નિપજયા હતાં. જેમાં વડીયાના મોટા ઉજળામાં શંભુભાઇ કરમશીભાઇ સખવાલા ઉ.વ.૬૨ પોતાની વાડીમાં નવી ઓરડી બનાવવાનું કામ ગામના સોહમભાઈ નાગજીભાઇ ચૌહાણને આપેલ હોય અને મરણજનાર તથા સોહમભાઈ ચૌહાણ બંને બાજુની જુની ઓરડીમાં રાખેલ ઈલેકટ્રીક વિજમીટર હોય ત્યાં લાઇટ ચાલુ કરવા કે રિપેર કરવા ગયેલ તે વખતે બંનેના વિજ શોક લાગતા પ્રથમ કુંકાવાવ દવાખાને સારવારમાં લઇ જતાં ફરજ પરના તબીબે શંભુભાઇને તપાસી મૃત જાહેર કરેલ અને સોહમભાઇને વધુ સારવાર માટે બીજે દવાખાને રીફર કરેલ હોવાનું બાબુભાઇ કરમશીભાઈ શખવાલાએ વડીયા પોલીસમાં જાહેર કરેલ છે. જયારે બીજા બનાવમાં ધારી પ્રેમપરામાં રહેતા મથુરભાઈ નરસિંહભાઇ ભાલીયા ઉ.વ.૬૭ પોતાની વાડીએ ઇલેકટ્રીક મોટરની ઓરડીમાં ફયુઝના નીચેના ભાગે લગ ફીટ કરતાં અકસ્મતો વિજ શોક લાગતાં ઘારી સરકારી દવાખાને લાવતાં મળત્યું નિપજયાનું ખીમજીભાઇ મથુરભાઈ ભાલીયાએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
૮ શખ્સોને ઢીંગલી હાલતમાં ઝડપી પાડયા
અમરેલી, જિલ્લામાં પોલીસે જુદા જુદા સ્થળોએથી ૮ શખ્સોને નશો કરી ઢીંગલી થયેલ હાલતમાં ઝડપી લઇ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી. જેમાં ચલાલા, વડીયા, જાફરાબાદ, સાવરકુંડલા રૂરલ, બાબરા, જાફરાબાદ મરીન પોલીસ કાર્યવાહી હાથ ઘરી હ તી. તેમજ અમરેલી જિલ્લામાં ચાર સ્થળોએ દેશી દારૂના દરોડાઓ પાડી બે શખ્સોને મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં. જમાં અમરેલી રૂરલ તેમજ બગસરા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
જાફરાબાદના ખાલસાકંથારીયા ગામે પ્રૌઢ ઉપર હુમલો
જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામે જુના મનદુઃ ખના કારણેઅશ્વિનભાઇ નારણભાઇ વેકરીયાઉ.વ.૪ ૮ બાઇક લઇ મોટા બારમણ જવા નિકળેલ તે દરમિયાન ખાલસા કંથારીયા ગામે હુડીયા નદીના નાળા પાસે પહોંચતા તેના જ ગામના મયુર વલકુભાઇ વરૂ હાથમાં ગાડીના જપંરનો પાઈપ લઈને ઉભેલ અને અશ્વિનભાઇને ઉભા રાખી ડાબા પગમાં અને જમણા પગમાં પાઇપ મારી શરીરે આડેઘડ ઢીકાપાટુવડે મુંઢ માર મારી ધમકી આપી ગુનો કર્યાની નાગેશ્રી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
