તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th July 2024
વાંકાનેરના શ્રી રામધામમાં શ્રી રામેશ્વર મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાવિધીની તૈયારી
જીતુભાઇ સોમાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ : ‘‘શ્રી રાધધામ તમારે દ્વાર'' અંતર્ગત રામધામે કમિટી બનાવવાની પ્રક્રિયા

વાંકાનરે, તા. ૧૭ : વાંકાનેર-ચોટીલા બાઉન્ડ્રી નજીક નિર્માણધીન શ્રી રામધામ (છોટી અયોધ્યા) ખાતે ગઇકાલે સમસ્ત રઘુવંશી ભાઇઓ-બહેનો તથા કાર્યકર્તાઓ સાથે શ્રી રામધામના સ્વપ્ન દ્રષ્ટા થા એકમાત્ર રઘુવંશી ધારાસભ્ય શ્રી જીતુભાઇ સોમાણીના અધ્યક્ષ સ્થાને શ્રી રામધામની પાવનભૂમિ પર એક અગત્યની મીટીંગ યોજાઇ હતી.
આ શ્રી રામધામની પવિત્રભૂમિ પર બિહારામાન ચારસો વર્ષ પુરાણુ ઋષિમુની યુગનું પુરાણુ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના જીર્ણાધાર થકી આશરે સવા બે કરોડના ખર્ચે નૂતન મંદિર નિર્માણ પૂર્ણતાના આરે હોય જેને લઇ આગામી સમયમાં આ નૂતન મંદિર શ્રી રામેશ્વર મહાદેવની ભવ્યતિભવ્ય રીતે પ્રાણપ્રતિષ્ઠા કરવી તેમજ તે જ દિવસથી સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત- કચ્છ-મહારાષ્ટ્ર સમગ્ર રઘુવંશી પરિવારોની પ્રેરક ઉપસ્થિતિમાં નિર્માણાધીન શ્રી રામધામ નિર્માણ કાર્યનો પ્રારંભ કરવા તેમજ ‘‘શ્રી રામધામ તમારે દ્વાર'' અંતર્ગત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત-કચ્છના દરેક ગામોમાં સ્થાનીક રામધામ-કમીટી બનાવવાના કાર્યને વેગવંતુ કરવા શ્રી રામધામના પાયાના કાર્યકર એવા શ્રી વિનુભાઇ કટારીયા, ગિરીશભાઇ કાનાબાર, અશ્વિનભાઇ મામાદલાલ, પ્રરેશભાઇ કાનાબાર, જગદિશભાઇ સેતા, હસુભાઇ ભગદેવ, આનંદભાઇ સેતા તથા કપિલભાઇ નથવાણી કમ્મર કસી રહ્યા છે.
ત્યારે ટુંક સમયમાં ઉપરોકત અગ્રણીઓની ટીમો દરેક ગામોના મહાજન અગ્રણીઓની રૂબરૂ મુલાકાતે જવાનું આયોજન થઇ રહ્યું છે અને ટુંક સમયમાં જ કાર્યક્રમો ઘડી કઢાશે તેવું ઉપરોકત મીટીંગમાં નકકી કરવામાં આવ્યું હતું.
તેજ રીતે દરેક ગામોમાં શ્રી રામધામ કાર્યને વેગવંતુ કરવા મહીલાઓની પણ એક-એક કમીટી બનાવવાનું સુંદર આયોજન પણ કરવામાં આવ્યું છે.(પુનિતાબેન સોમાણી), કિંજલબેન સોમાણી, રૂપલબેન સુચક)
જેમાં ટુંક સમયમાં શ્રી રામધામ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણી, પ્રતિભાબેન કટારીયા, ભાવનાબેન મીરાણી, શારદાબેન કાનાબાર સહિતના મહીલા મોરચાના અગ્રણી મહીલાઓ દરેક ગામમાં રૂબરૂ જઇ રઘુવંશી મહીલા મંડળ, સત્સંગ મંડળ, ગોપી મંડળની જાત મુલાકાતે જવાનો ટુંક સમયમાં કાર્યક્રમો ઘડી કઢાશે.
ઉપરોકત મીટીંગમાં નિઃશુલ્ક સેવા આપતા આર્ટીટેક હર્ષિતભાઇ સોમાણીએ નિર્માણ થનાર શ્રી રામધામનો પ્લાન અને નકસા રજુ કર્યા હતા.
હાલમાં તાજેતરમાં શ્રી રામધામની પવિત્ર પાવન ભુમી પર તૈયાર થઇ ગયેલ ૫૦૦ વ્યકિતનો સમાવેશ થાય તેવો એસી હોલ પાંચ એસી રૂમ, ઠામ, વાસણ, ગાદલા ખુરશી સહિતની સુવિધાવાળુ તૈયાર થઇ જતા, ધારાસભ્ય શ્રી જીતુભાઇ સોમાણીએ રઘુવંશી સમાજના લોકો માટે લગ્ન પ્રસંગ, સપ્તાહ જેવા કાર્ય માટે ફકતને ફકત સમાજના લોકોને યથાશકિત પ્રમાણે ચાર્જ આપી ઉપયોગ કરવા ઘોષણા કરવામાં આવી હતી આ માટે શ્રી વિનુભાઇ કટારીયા મો.૯૪૨૬૯ ૧૫૧૧૧નો સંપર્ક કરવા તેમજ હોલની બાજુમાં પાર્ટી પ્લોટનો ઉપયોગ માટે ઉપરોકત નંબર પર કોન્ટેક કરવા જણાવ્યું હતું.
ઉપરોકત મીટીંગમાં રાજકોટ વોર્ડ નં.૯ના કોર્પોરેટર શ્રી દક્ષાબેન વસાણી પણ તેમની ટીમ સાથે ઉપસ્થિત રહયા હતા. અને તેમની ટીમ દ્વારા રાજકોટમાં શ્રી રામધામના પ્રચાર પ્રસાર માટે તન-મન-ધનથી સેવા આપવાની ઘોષણા કરી હતી.
આ તકે વિજયભાઇ વસાણી, પ્રવિણભાઇ ખંધડીયા, હકાભાઇ રાજા પત્રકારો લિતેશભાઇ ચંદારાણા તથા મુકેશભાઇ ખખ્ખર તથા રાજુભાઇ સોમણી સહિતના બહોળી સંખ્યામાં રઘુવંશી પરિવારો ઉપસ્થિત રહયા હતા તેમજ મીટીંગ કાર્ય પુર્ણ થયા બાદ સમાજના સર્વે લોકોએ સ્વરૂચી ભોજન સાથે લીધુ હતું.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
