તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th July 2024
કાલે જામનગરમાં ઇસ્કોન દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા
ઇસ્કોન મંદીરે મંગળા આરતી, પ્રવચન, છપ્પન ભોગસહીતના કાર્યક્રમો

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.૧૨ : જામનગર શહેરમાં ઈસ્કોન દ્વારા ૧૩ જુલાઈને શનિવારે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય ૧૭મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જામનગર-રાજકોટ હાઈવે ધુંવાવ રોડ પહેલા ઈસ્કોન મંદિરમાં સવારે મંગળા આરતી, શ્રી ભકિતવિકાસ સ્વામી મહારાજનું પ્રવચન, છપ્પન ભોગ વિગેરે ધાર્મિક કાર્યક્રમો થશે
જામનગરમાં ઈસ્કોન પરિવાર દ્વારા ભગવાન શ્રી જગન્નાથજીની સત્તરમી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગર-રાજકોટ હાઈવે, ધુંવાવ રોડ, ઈસ્કોન મંદિરમાં તા. ૧૩-૦૭-૨૦૨૪ (શનિવાર)ના દિને સવારે ૪-૩૦ વાગ્યે મંગલા આરતીના દર્શન સાથે કાર્યક્રમનું મંગલાચરણ થશે. એ પછી સવારના સાડાસાત વાગ્યે શ્રળંગાર દર્શન, આઠ વાગ્યે તથા અગિયાર વાગ્યે ધાર્મિક પ્રવચન, બપોરે સાડાબાર વાગ્યે વિશેષ આરતી-છપ્પનભોગ દર્શન થશે. સર્વે ભક્તોને રથયાત્રા તેમજ દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છેે. ભગવાન જગન્નાથજી (જગન્નાથજી-શુભદ્રા-બલરામના વિગ્રહ) ની રથયાત્રાનો આરંભ હરે કળષ્ણ હરે કળષ્ણ કળષ્ણ કળષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ હરે હરે-જય જગન્નાથજીના નાદ સાથે બપોરે ૩:૩૦ વાગ્યે નગરના મહાનુભાવોની અને કળષ્ણભક્તોની ઉપસ્થિતિમાં પહિંદ વિધિ પછી સુમેર ક્લબ પાસે, સાત રસ્તા પાસેથી પ્રારંભ થશે અને રથયાત્રા ત્યાંથી ઓશવાળ હોસ્પિટલ રોડ, ખંભાળીયા ગેઈટ, હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, ચાંદીબજાર, સજુબા હાઈસ્કૂલ, બેડીગેઈટ, કે.વી. રોડ, ત્રણ દરવાજા, સુભાષબ્રીજ, રાજપાર્ક, ગુલાબનગર, કાર શો-રૂમ રોડ થઈ ઈસ્કોન મંદિરમાં રથયાત્રાની પૂર્ણાહુતિ થશે.
રથયાત્રા દરમ્યાન વિવિધ મંડળો દ્વારા દરેક રૂટ પર સ્વાગત થશે તેમજ પ્રસાદ, ફ્રૂટ્સ, ઠંડા પાણી, સરબતનું વિતરણ થશે. અને દરેક રૂટ ઉપર બરોડા, વલ્લભ વિદ્યાનગર, ભરૂચ, સુરત, પોરબંદરથી પધારેલ કળષ્ણ ભક્તો સંકીર્તન, હરે કળષ્ણ ના મંત્રોનો નાદ કરી રમઝટ બોલાવશે.
વધુ વિગત માટે મુરલીધરદાસ (મો. ૯૪ર૮૯ ૦૧૮૯૬) તથા રમારમણદાસ (મો. ૯૪ર૯૦ ૭૧પ૧૪) તેમજ (મો.૯૪ર૬૯ ૧૮૭પપ)એડવોકેટ દિલીપ ભોજાણીનો સંપર્ક કરવો.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
