તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th July 2024
કાલાવાડ- ટંકારા- વાંકાનેર- ઘોઘા- ભલસાણ બેરાજામાં ૧ ઇંચ
રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં છુટોછવાયો હળવો-ભારે વરસતો વરસાદ

પ્રથમ તસ્વીરમાં ઉપલેટાના ભાયાવદરમાં વરસાદ સાથે વિજળી પડતા મકાનને નુકશાન થયું હતું. બીજી તસ્વીરમાં ધોરાજીમાં પડેલ વરસાદ તથા ત્રીજી તસવીરમાં ગોંડલમાં પડેલ વરસાદ નજરે પડે છે.(તસ્વીરઃ નિમેષ ચોટાઇ,(ઉપલેટા), કિશોર રાઠોડ (ધોરાજી), ભાવેશ ભોજાણી (ગોંડલ)
રાજકોટ તા.૧૨: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં અચાનક ઘટાટોપ વાદળા છવાઇ જાય છે. થોડીવાર વરસાદ વરસીને કાળા ડિબાંગ વાદળા ગાયબ થઇ જાય છે. આવી રીતે જુદા-જુદા વિસ્તારોમાં વરસાદ વરસી જાય છે.
વાવણી બાદ જરૂરીયાત મુજબ વરસાદ વરસી જતા પાકને ફાયદો થઇ રહયો છે. અને ખેડુતો ખેતી કાર્યમાં વ્યસ્ત છે. ખેડુતો વાવણી બાદ હવે પાકની માવજત કરી રહયા છે.
છેલ્લા ૨૪ કલાકમાં જામનગરના કાલાવાડ, ભલસાણા, બેરાજા, મોરબી જીલ્લાનાં ટંકારા, વાંકાનેર અને ભાવનગરના ઘોઘામાં ૧ ઇંચ વરસાદ પડયો છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં વીજળી પડતા એક મહિલાનું મોત નિપજ્યું છે. જિલ્લાના ઘોઘામાં એક ઇંચ થી વધુ વરસાદ પડયો છે.
ગોહિલવાડ પંથકમાં વરસાદની આગાહી વચ્ચે માત્ર ઘોઘા તાલુકામાં વરસાદ પડયો છે. જયારે અન્ય તાલુકાઓમાં વરસાદના હળવા ઝાપટા વરસી ગયા હતા. ઘોઘામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો અને એક ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો.
જયારે ભાવનગર શહેર, ગારીયાધાર, તળાજા, મહુવા અને જેસરમાં વરસાદના હળવા ઝાપટા વરસી ગયા હતા.
ભાવનગર જિલ્લાના ઘોઘામાં ૨૯, ભાવનગર શહેરમાં ૧ મી.મી., ગારીયાધાર ૪ મી.મી., તળાજા ૯ મી.મી., મહુવા ૬ મી.મી. અને જેસરમાં ૧ મી.મી. વરસાદ નોંધાયો છે.
ટંકારા
(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારાઃ વાંકાનેર અને ટંકારામાં ૧ ઇંચ વરસાદ પડયો છે. જયારે માળીયા- મિંયાણા, મોરબી, અને હળવદમાં ઝાપટા પડયા છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જીલ્લાના કાલાવાડમાં ૧ ઇંચ તથા જોડીયા, ધ્રોલ, લાલપુર, જામજોધપુરમાં હળવા-ભારે ઝાપટા પડયા છે.
જામનગર જીલ્લાના ભલસાણ, બેરાજામાં ૧ ઇંચ, નવાગામ, વાંસજાળીયા, મોટા ખડવામાં પોણો ઇંચ તથા ધુનડા, ખરેડીમાં અડધો ઇંચ વરસાદ પડયો છે. જયારે હરીપર, ભણગોર, પીપરટોડા, શેઠ વડાળા, મોટા વડાળા, નિકાવા, જામવંથલીમાં ઝાપટા પડયા છે.
ખંભાળીયા
(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ ભાણવડ અને ખંભાળીયામાં જાપટા વરસ્યા છે
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
