<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

ગુજરાતમાં કોંગ્રેસનો નગારે ઘા :ઝૂપડામાં છુપાયેલા આરોપીઓ પકડાયા

ભેસાણનાં વળદ્ધની હત્‍યામાં બે મહિલા સહિત ૯ શખ્‍સની ગણતરીની કલાકોમાં ધરપકડ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૨: પ્રેમ પ્રકરણ મુદે ભેંસાણનાં વળદ્ધની થયેલી હત્‍યામાં પોલીસે ૨ મહિલા સહિત ૯ શખ્‍સની અટક કરી હથિયાર કબજે લેવા તજવીજ હાથ ધરી હતી.

ભેસાણનાં સોવારીયા પ્‍લોટ વિસ્‍તારમાં રહેતા પ્રવીણભાઈ મૂળજી સોલંકીની ભત્રીજીને બાજુમાં રહેતા લખનનાથ ઝવેરનાથ ડાંગરનો પુત્ર યોગેશ ભગાડી ગયો હતો. આ મામલે બંનેના પરિવાર વચ્‍ચે મંગળવારની સાંજે સામસામી મારામારી થઈ હતી. જેમાં મૂળજીભાઈ ગાંડાભાઈ સોલંકી ઉ. વ. ૭૦નું ગંભીર ઈજા થવાથી સારવાર દરમિયાન મળત્‍યુ થતાં બનાવ હત્‍યામાં પલટાયો હતો.

ભેસાણના પીએસઆઇ એમ. એન. કાતરીયાએ તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં કરીયા ગામે ઝૂપડામાં રહેતા  આરોપી રાહુલ લખનનાથ, લખનનાથ ઝવેરનાથ, સાગર રામજી, સંજય રામજી, રાહુલની માતા ગીતાબેન લખનનાથ, કાકી ગીતાબેન, વિજય સંજય, ચનાભાઈ ભીખા અને રવિ જેન્‍તીની ધરપકડ કરી હત્‍યા માટે ઉપયોગમાં લેવાયેલ લાકડી સહિતના હથિયાર કબજે લેવા વધુ તપાસ હાથ ધરી હતી.


 

(11:38 AM IST)