તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th July 2024
બગસરા પાલીકા દ્વારા વેરામાં વધારા સાથે પાણી કાપથી લોક રોષ
દર બે દિવસે થશે વિતરણ : અઢળકસ્ત્રોત હોવા છતાં નર્મદા પાઇપ લાઇનનું રટણ : ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આંદોલનની ચીમકી

(સમીર વિરાણી દ્વારા) બગસરા,તા.૧૨ : બગસરા પાલીકા દ્વારા ગઈકાલે મળેલ મીટીંગમાં વેરા વધારવાની ચર્ચા બાદ પાણી વેરામાં ૫૦% જેટલો વધારો જીકી દેવામાં આવેલ છે જ્યારે બીજી બાજુ આજથી એકાંતરા પાણી વિતરણના બદલે દર બે દિવસે પાણી આપવાના નિર્ણયના લીધે લોકરોષ ભભૂકી ઉઠ્યો છે.
મીટીંગમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સખત વિરોધ કરી આંદોલન કરી ગામને બંધ રાખવામાં આવશે તેવી મસ મોટી વાતો કરી હતી પરંતુ બોર્ડની મીટીંગમાં અંતિમ નિર્ણય લેવાયેલ હતો ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પાલિકા વેરા વધારાનો સખત વિરોધ કરેલ હતો પરંતુ પાલિકા ટસની મસ ના થતાં પાલિકા દ્વારા વેરો વધારવા નિર્ણય લેવામાં આવેલ હતો જ્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બોર્ડની મીટીંગમાં હંગામો મચાવેલ હતો પરંતુ પાલિકા પ્રમુખએ ચેમ્બરના પ્રમુખને વેરા વધારવા માટેના પત્રને આપી જે મુજબ કાલે વધારો નક્કી કરેલ હતોતે મુજબ વધારો નક્કી કરવામાં આવેલ હતો..
બગસરામાં વર્ષોથી એકાંતરા પાણી વિતરણ કરવામાં આવતું હતું પરંતુ તંત્ર દ્વારા નર્મદા પાણીની લાઈનમાં ભંગાણના બહાના હેઠળ હવેથી દર બે દિવસે પાણી આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે એક બાજુ હજુ ગઈકાલની વેરાવધારાની મિટિંગમાં જ પાણી વેરામાં ૩૦૦ રૂપિયા જેટલો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે તંત્રની આવી બેધારી નીતિ સામે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે તંત્ર દ્વારા જણાવ્યા મુજબ નર્મદા પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હોવાથી ગઢડા થી ચાવંડ સેક્સન માં 1200mm વ્યાસની પાઇપલાઇન જોડવા કામગીરી ચાલી રહેલ છે.
પરંતુ જાણવા મળતી વિગત અનુસાર શહેરમાં પહેલા જ્યારે નર્મદાનું પાણી ના આવતું ત્યારે પાલિકા રોજ પાણી આપતી હતી અને શહેરમાં પાણીના દાર કૂવા તેમજ ડેમમાં પણ પાણી છે તો પાલિકા પાસે પહેલી થી જ પાણીના ઘણા સ્રોત હોવા છતાં શહેરની જનતાને દર બે દિવસે પાણી શા માટે ...?
જ્યારે હાલમાં પાલિકા જાણે નર્મદાના પાણી આધારિત બની ગઈ છે એવું લાગી રહ્યું છે લોકો દ્વારા જેવી રીતે પાણી આપતું તેવી જ રીતે પાણી આપવા માંગ ઉઠી છે .
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
