તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th July 2024
વિંછીયા તાલુકાની ગૌશાળા તેમજ પાંજરાપોળ દ્વારા પ્રધાનમંત્રી ગૌ-પોષણ યોજનાની સબસીડી વધારવા આવેદન
ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને વિંછીયા મામલતદારને રજૂઆત કરીને યોગ્ય કરવા માંગણી

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.12 : વિંછીયા તાલુકાની ગૌશાળા તેમજ પાંજરાપોળ દ્વારા પ્રધાનમંત્રી ગૌ-પોષણ યોજનાની સબસીડી રૂ.30 ના બદલે તેને વધારીને રૂ.₹100 કરી આપવા બાબતે કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને વિંછીયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે વિંછીયા તાલુકાની આજુબાજુની તમામ ગૌશાળા, પાંજરાપોળ અને ગૌપ્રેમીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, સરકાર દ્વારા હાલમાં એક ગાય દીઠ રૂ.30 નિભાવ ખર્ચ પેટે આપવામાં આવે છે જે ખુબ જ સારી વાત છે. પરંતુ વર્તમાન સમયમાં ઘાસચારાના ભાવ આસમાને હોવાથી એક ગાય દીઠ ઓછામાં ઓછા રૂ.100 આપવામાં આવે તો કતલખાને જતી ગાય માતાને અટકાવી શકાય અને રસ્તા ઉપર વધતા ગૌખુંટને પણ રોકી શકાય. જેથી સરકાર દ્વારા આ બાબતને ગંભીર ગણી તાત્કાલિક ધોરણે નિવારણ લાવવામાં આવે તેવી અંતમાં ગૌપ્રેમીઓ દ્વારા માંગ કરવામાં આવી છે.
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
