<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

મોરબીના ૨૨ હજારથી વધુ ખેડૂતો ૧૫ હજાર એકરથી વધુ જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે

સૌથી વધુ મોરબી તાલુકામાં ૪ હજાર એકરથી વધુ જમીન પ્રાકૃતિક ખેતી થકી બની નવપલ્લવિત

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૧૨: મોરબી જિલ્લામાં સરકારની સહાય અને આત્‍મા (એગ્રીકલ્‍ચર ટેક્રોલોજી મેનેજમેન્‍ટ એજન્‍સી) અને ખેતીવાડી વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લાના અનેક ખેડૂતો પરંપરાગત બની ગયેલી રાસાયણિક ખેતીને છોડી પ્રાકળતિક ખેતી તરફ વળ્‍યા છે. સમગ્ર દેશ અને રાજ્‍યભરમાં પ્રાકળતિક ખેતીનો વ્‍યાપ વધી રહ્યો છે. ત્‍યારે મોરબી જિલ્લાના ૨૨,૮૯૧ જેટલા ખેડૂતો ૧૫,૬૨૭ એકરમાં પ્રાકળતિક ખેતી કરી રહ્યા છે. આ ખેડૂતો પ્રાકળતિક ખેતીનું મહત્‍વ સમજી આ ટકાઉ ખેતી પદ્ધતિ અપનાવી સારું આર્થિક ઉપાર્જન મેળવી રહ્યાં છે.

મોરબી તાલુકાના ૬,૪૩૫ ખેડૂતો ૪,૦૦૯ એકરમાં, ટંકારા તાલુકાના ૩,૦૨૨ ખેડૂતો ૨,૨૮૪ એકરમાં, વાંકાનેર તાલુકાના ૫,૭૯ ખેડુતો ૩,૯૧૦ એકરમાં, હળવદ તાલુકાના ૪,૮૨૨ ખેડૂતો ૩,૭૫૮ એકરમાં તેમજ માળિયા તાલુકાના ૨,૮૨૧ ખેડૂતો ૧,૬૬૬ એકરમાં પ્રાકળતિક ખેતી કરી રહ્યા છે.

પ્રાકળતિક ખેતી કરતા આ ખેડૂતોને આત્‍મા દ્વારા આર્થિક સહાયની સાથે પૂરતો સહકાર આપવામાં આવે છે. ઉપરાંત બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ સહાય પણ આપવામાં આવે છે. રાસાયણિક ખાતર કે જંતુનાશક દવા વિના થતી આ ખેતીમાં મુખ્‍ય ખેતી પાકની સાથે આંતરપાક પણ ઉગાડવામાં આવે છે. આવા ખેતી પાકો એકબીજાને પોષણ આપે છે. મુખ્‍ય ખેતી પાકનો ઉત્‍પાદન ખર્ચ સહજીવી પાકના ઉત્‍પાદન અને આવકથી નીકળી જાય છે. જ્‍યારે મુખ્‍ય પાક નફામાં મળે છે. પ્રકળતિ અને ખેડૂત બન્ને માટે નફાકારક આ ખેતી પદ્ધતિ અપનાવી અનેક ખેડૂતો આગળ વધી રહ્યા છે.

(10:00 AM IST)