<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

જામનગરમાં એક સાથે ૪ ની અંતિમવિધિમાં અશ્રુનો દરિયો

જામનગરઃ જામનગરના માધવ બાગ-૧ માં રહેતા આહીર પરિવારના ચાર ચાર શખ્‍સોએ એકી સાથે સામુહિક આપઘાત કરતા તેમના નિવાસસ્‍થાન ખાતેથી અંતિમયાત્રા નીકળી હતી. આ અંતિમ યાત્રા વેળાએ મોટી સંખ્‍યામાં આહીર સમાજના લોકો અને મળતકના પરિવારજનો અને તોહીઓ જોડાયા હતા. જામનગરના આહિર પરિવારના ચાર ચાર લોકોના પાર્થિવ દેહના અંતિમ ક્રિયા વેળાએ સૌની આંખો ગમગીન બની હતી અને આપઘાત કરવા મજબૂર કરનાર સામે દાખલા રૂપ કાર્યવાહી કરવા લોકો માંગ કરી રહ્યા છે. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્‍વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(11:09 AM IST)