તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th July 2024
હળવદના સુંદરગઢ ગામે જમીનમાં દાટેલો દારૂનો જથ્થો પકડાયો

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૧૨: હળવદ પોલીસે બાતમીને આધારે સુંદરગઢ ગામે બ્રાહ્મણી નદીના કાંઠે ખોડીયારમાના મંદીર પાસે જમીનમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડી જમીનમાંથી વાઈટ લેસ વોડકાના ૧૯૦ ચપલા કિંમત રૂપિયા ૧૯,૦૦૦, હની ટીઆરએસ વોડકાના ૧૪૨ ચપલા કિંમત રૂપિયા ૧૪,૨૦૦ અને વાઈટ લેસ વોડકાની બોટલ નંગ ૭૦ કિંમત રૂપિયા ૨૪,૫૦૦ મળી કુલ રૂપિયા ૫૭,૭૦૦ની વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
