<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

વિસાવદરમાં હિરાભાઈ જોટવાની ઉપસ્થિતમાં કાર્યકરોની હકડેઠઠ હાજરીમાં બેઠક સંપન્ન

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ વાડોદરિયાના જણાવ્યા અનુસાર ગઈકાલે હિરાભાઈ જોટવાની ઉપસ્થિતમાં કોંગ્રેસ પરિવારની એક બેઠક યોજાઈ હતી. જેમાં ગામડે ગામડેથી આગેવાનો-કાર્યકરો ઉમટી પડયા હતા. જૂનાગઢ લોકસભા અંતર્ગત વિસાવદર શહેર અને ગ્રામ્ય માટે આભાર દર્શન સમારોહમાં હીરાભાઈ જોટવાએ સૌ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરી ઋણ સ્વીકાર કર્યો હતો

  આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઇ અમીપરા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસનભાઈ વાડોદરિયા,ભરતભાઇ વિરડીયા, વલ્લભભાઈ દુધાત, કિર્તિભાઈ કામદાર, ડો.હરેશભાઈ વઘાસિયા,હરેશભાઈ સાવલિયા, રતિભાઈ વસિયા,રતીભાઈ માંગરોલીયા,ખીમજીભાઈ બલદાણિયા, બાબુભાઈ ખુમાણ, જસ્મિન જાની સહિત નામી-અનામી આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યકર્તા આભાર દર્શન સમારોહમાં કોંગ્રેસ માટે દિ'રાત કામ કરનારા સમર્થકો, આગેવાનો, વડીલો, ભાઇઓ, યુવાનોનો હ્રદયપુર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

(6:32 PM IST)